આત્મહત્યા કરી જીવન ટૂકાવવું દુ:ખદ પ્રશ્નોનું નિવારણ નથી

- Advertisement -
Share

અમદાવાદના પોલીસ પરિવાર જેવો પ્રશ્ન સતાવતો હોય તો પરિવાર મિત્રમાં શેર કરો

 

આત્મહત્યા કરી જીવન ટૂંકાવવું તે જીવનના દુ:ખદ પ્રશ્નનો ઉકેલ તો નથી જ. આવા સમયે પોતાનો, પોતાના પરિવારજનો, સંતાનોનું પાછળથી શું થશે તેનો વિચાર કરવો જોઇએ.

અમદાવાદના પોલીસ પરિવારે પોતાના અંગત પ્રશ્નને કારણે આત્મહત્યા કરી જો તમારા જીવનમાં પણ આવો કોઇ પ્રશ્ન હોય તો ખાસ મિત્રો સાથે ચર્ચા કરી તેનું સમાધાન લાવવા માટે પ્રયત્નો કરવા જોઇએ.
તેમ આત્મહત્યા નિવારણ દિવસને લઇ બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સેલર જીનલબેન પરમાર અને પાલનપુરની આત્મહત્યાને કહો ના હેલ્પલાઇનના કાઉન્સેલર જયેશભાઇ સોનીએ યુવા પેઢીને સંદેશો આપતાં જણાવ્યું હતું.

 

જો તમને મનમાં આત્મહત્યાના વિચાર આવતાં હોય તો તમે મહીલા હેલ્પલાઇન 181 ઉપરાંત 9824932506, 9825025687, 8401691995, 720380935, 8758600551, 7567365308,
9427986185, 942640394, 9426037367, 9687275110, 9898844943, 9998579515, 7984229492 નંબરો ડાયલ કરી માર્ગદર્શન મેળવી શકો છો.

 

બનાસકાંઠામાં 6 વર્ષ અગાઉ 181 અભિયમની શરૂઆત કરવામાં આવી તેના બીજા જ દિવસે એક મહીલા પરિવારના ત્રાસથી પોતાના બાળકને લઇ આત્મહત્યા કરવા માટે જઇ રહી હતી. તેને બચાવી લેવામાં
આવી હતી. તે પછી ઘણી બધી મહીલાઓને સાચી સલાહ આપી અંતિમ પગલું ભરતાં બચાવવામાં આવી છે.

 

જેમાં ડીસાની એક મહીલા પાસેથી 4 સંતાનો છીનવી લઇ પતિએ કપાઇ મરવાનું કહેતાં પરિણીતા ગોઢા રેલ્વે ફાટકે મરવા માટે પહોંચી હતી. જેને ટીમે સમયસર પહોંચી બચાવી હતી.
દિયોદરની એક યુવતી પ્રેમ-પ્રકરણમાં નર્મદા કેનાલમાં ઝંપલાવે તે પહેલાં બચાવી લેવાઇ હતી. પાલનપુરમાં માતા-પિતાએ ઠપકો આપતાં આત્મહત્યા કરવા નીકળેલી યુવતીને બચાવી લેવાઇ હતી.
હેલ્પલાઇન સંસ્થામાં અત્યાર સુધીમાં આત્મહત્યાનો વિચાર આવતાં 200 લોકોએ ફોન કરી માર્ગદર્શન માંગ્યું હતું. જે પૈકી 20 વ્યક્તિઓને આત્મહત્યા કરતાં બચાવી લેવાયા હતા. જેમાં દાંતાના એજન્ટના ઘરે લોકો ઉઘરાણીએ આવતાં 60 વર્ષના વૃધ્ધે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો.
પાલનપુરમાં પિતાએ અપાવેલો મોઘો ફોન બગડી જતાં પિતા મારશે તેવી બીકથી યુવક આત્મહત્યા કરવા માટે જતો હતો. જેને તેના માતા-પિતા સાથે સફળ કાઉન્સિંગ કરી આત્મહત્યા કરતાં બચાવી લેવામાં આવ્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!