એ.સી.બીની સફળ ટ્રેપથી સર્વ શિક્ષા અભિયાનનાં 2 ઈજનેર લાંચ લેતાં ઝબ્બે

- Advertisement -
Share

પાટણ સ્થિત સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં અ-પારદર્શક વહીવટનો ઘટસ્ફોટ થયો છે. જિલ્લાના મુખ્ય ઈજનેર અને તાલુકા ઈજનેર સહિત 2 કર્મચારી લાંચ લેતાં રંગેહાથે ઝડપાઈ ગયા છે. કોન્ટ્રાક્ટર પાસેથી 40,000ની લાંચ લેતાં છેક અમદાવાદ ACB ટીમે ઝડપી લેતાં ખળભળાટ મચી ગયો છે. જે કોન્ટ્રાક્ટના કામમાં ખુદ રાજ્યના મુખ્ય ઈજનેર લાંચ લેતાં ઝડપાઈ ગયા તે જ કામમાં એક જ દિવસે પાટણ સર્વ શિક્ષાના ઈજનેર લાંચ લેતાં પકડાઇ ગયા છે. આથી ACB દ્વારા 2 અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[google_ad]

 

પાટણ સ્થિત સર્વ શિક્ષા અભિયાનનાં ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઈજનેર અને તાલુકા રિસોર્સ પર્સન સહિત 2 ઈજનેર સામે ACBની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સમી તેમજ શંખેશ્વર ખાતે બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલ બાંધકામનો પેટા કોન્ટ્રાક્ટ સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા અપાયો હતો. બન્ને કામો કોન્ટ્રાક્ટરે મે-2021માં પુરા કર્યા હોય બન્ને કામોમાં ટેન્ડર મુજબની રકમ કોન્ટ્રાક્ટરને મળી ગઈ હતી.

[google_ad]

 

આ રકમમાંથી 1% લેખે લાંચની માંગણી જિલ્લાના મુખ્ય પ્રોજેક્ટ ઈજનેર વિપુલ પટેલ અને ટીઆરપી વિનોદ ગોર દ્વારા થઈ હતી. જેમાં વિપુલ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી અગાઉ આશરે ચારેક લાખ રૂપિયા લીધા હતા. આ પછી પણ બન્ને કામોના છેલ્લા બીલની રકમ પેટે ડીપીઇ વિપુલ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી 1% લેખે રૂ.64,000/- ની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.60,000/- આપવાનું નક્કી થયું હતું. તેમાંથી રૂ.20,000 મેળવી લીધા હોઈ 40,000 બાકી હતા.

[google_ad]

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, બાકીના રૂ.40,000/-ની લાંચની માંગણી બંને ઈજનેરોએ કરતાં કોન્ટ્રાક્ટરે ACBનો સંપર્ક કર્યો હતો. આથી કોન્ટ્રાક્ટરની ફરિયાદ આધારે અમદાવાદ સીટી ACBએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન કોન્ટ્રાક્ટરે પાટણ જિલ્લા એસએસએ ઈજનેર વિપુલ પટેલે આ લાંચની રકમ રૂ.40,000 ટીઆરપી વિનોદ ગોરને આપવા કહ્યું હતું.

[google_ad]

 

આથી નક્કી થયેલ સ્થળ પાટણ રેલ્વે નાળાં પાસે ACB અમદાવાદના મદદનિશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝન હેઠળ અમદાવાદ ACB PI કે.કે.ડીંડોડની ટીમે આરોપી નંબર (2) વિનોદ ગોર પંચ-1 ની હાજરીમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.40,000- લાંચ લેતા પકડાઈ ગયો હતો. આ દરમ્યાન એસીબીએ આરોપી નંબર (1) વિપુલ પટેલને પણ લાંચના છટકા દરમ્યાન પકડી પાડી એકબીજાની મદદગારીથી લાંચ લેવાનો ગુનો કર્યાની ફરિયાદ નોંધી છે. ACBએ બન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!