ડીસામાં હ્યુન્ડાઈ કારને ડમ્પર ચાલકે અડફેટે લેતાં કાર ડીવાઇડર ઉપર ચડી ગઇ

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા

 

ડીસાના રાજમંદિર સર્કલ નજીક શુક્રવારે આગળ જઇ રહેલી મારૂતિ કારને પાછળના ભાગેથી ડમ્પર ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હ્યુન્ડાઈ કાર ડીવાઇડર ઉપર ચડી ગઇ હતી અને મોટું નુકશાન થવા પામ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

ખાસ કરીને નેશનલ હાઇવે પર સર્જાતા વારંવાર અકસ્માતને લઇ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે અનેક લોકો મોતને ભેટયા છે.

ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોને લઇ વાહનચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા શહેરના રાજમંદિર સર્કલથી ભોયણ સુધી રોજે રોજ અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે.
વારંવાર ડમ્પર ચાલકોની ગંભીર બેદરકારીના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં ક્યાંકને ક્યાંક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ક્યાંક લોકો મોતને ભેટ્યા છે.
ત્યારે શુક્રવારે વધુ એક અકસ્માત ડીસાના રાજમંદિર સર્કલ નજીક સર્જાયો હતો. જેમાં રાજમંદિર નજીક આવેલ સિંગલ પટ્ટી રોડ પર હ્યુન્ડાઈ કાર જઇ રહી હતી.

 

તે સમયે પાછળથી પૂરપાટઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે આગળ જઇ રહેલી હ્યુન્ડાઈ કારને ધડાકાભેર ટક્કર મારી હતી.

 

જેથી ટક્કર લાગતાં હ્યુન્ડાઈ કાર નેશનલ હાઇવે પર બનાવેલ ડીવાઇડર પર ચડી ગઇ હતી અને મારુતિ કારના પાછળના ભાગે મોટું નુકશાન થયું હતું.
આ અકસ્માતને લઇ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા પરંતુ સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!