ડીસામાં મોડી રાત્રે સાઇબાબા મંદિર આગળ કાર ચાલકે એક્ટિવા સવાર બેને ઉડાવી દીધા : કાર ચાલક ફરાર

- Advertisement -
Share

ડીસામાં સાઇબાબા મંદિર આગળ ગઈકાલે બુધવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરઝડપે આવી રહેલા કાર ચાલકે એક્ટિવા સવાર બે લોકોને ઉડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, કાર ચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.
ડીસાના રિસાલા ચોક પાસે આવેલા મહાવીર દર્શન ફ્લેટમાં રહેતા અશોકભાઈ શાહ અને જીતેન્દ્રભાઈ શાહ મોડી રાત્રે એક્ટિવા પર પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા અને સાઇબાબા મંદિર પાસેથી પસાર થતા હતા.
તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બલેનો કારના ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા સવાર બંને લોકો ફંગોળાઈને રોડ પર પટાકાયા હતા.
ઘટનાને પગલે આજુબાજુના લોકોએ એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેની તબિયત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!