ડીસાના યાવરપુરા ગામે 5 હજાર વૃક્ષોના વૃક્ષ મંદિરનું નિર્માણ કરવામાં આવશે

- Advertisement -
Share

ડીસા તાલુકાના યાવરપુરા ગામે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામજનોનાં સંયુક્ત ઉપક્રમે યાવરપુરા સ્મશાનભૂમિમાં સંસ્થાના ફાઉન્ડર મીતલબેનના હસ્તે મંત્રોચ્ચાર દ્વારા વૃક્ષપૂજન કરીને વૃક્ષો વાવવાની શુભ શરૂઆત કરાઈ હતી.

 

પ્રતીકાત્મક તસવીર

 

ગામમાં 5 હજારથી વધુ વુક્ષો વાવવાનો સંકલ્પ કરાયો છે જેને લઇ વૃક્ષો વવાયા બાદ સંસ્થા દ્વારા ડ્રિપ ઇરીગેશન સિસ્ટમ લગાવાશે અને 2 વૃક્ષમિત્રોને 3 વર્ષ સુધી માસિક મહેનતાણું આપીને નિયુક્ત કરવામાં આવશે અને હર મહિને સંસ્થાના સંયોજક નારણભાઈ રાવળ અને એમની ટિમ દ્વારા ટ્રીટમેન્ટ અને સીધી દેખરેખ રાખવામાં આવનાર છે.

 

Advt

 

ત્યારે યાવરપુરા ગામના સ્મશાનમાં દેશીકુળના કણજી, લીમડો, બોરસલી, ગરમાળો, રામ બાવળ, પીપળો, વડ, ઉમરો, જાંબુ અને સાદલ જેવા વૃક્ષો પક્ષીઓના ખોરાકને ધ્યાનમાં રાખીને અને વરસાદ લાવવમાં મદદરુપ થાય તેવા વૃક્ષો રોપવામાં આવ્યાં છે. આ પ્રસંગે ગામના ઉત્સાહી સરપંચ અને ગામના વડીલો અને યુવાનો હાજર રહી આ વૃક્ષમંદિરને જાળવવા અને માવજત કરવાનો સંકલ્પ લીધો હતો.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!