ડીસાના ગાંધીચોક વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા : બે પેઢીઓમાંથી તેલના અને ઘીના સેમ્પલ લેવાયા

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં તેલની 2 પેઢી પર ફૂડ વિભાગના દરોડા પડયા છે અને ફૂડ વિભાગે આ બંને પેઢી પરથી તેલના નમૂના મેળવી પૃથ્થકરણ માટે મોકલવાની તજવીજ હાથ ધરતાં તેલનું વેચાણ કરતાં તત્ત્વોમાં ફફડાટ મચી ગયો છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં મોટાપાયે ભેળસેળ થતું તેલ અને નકલી ઘીનું ઉત્પાદન થતું હોવાની ફરિયાદો વારંવાર સામે આવે છે અને તેના લીધે જ ડીસામાંથી તેલ અને ઘીની ખરીદી કરતાં ગ્રાહકો પણ ચિંતિત રહેતાં હોય છે.

 

 

ત્યારે સોમવારે બનાસકાંઠા જીલ્લાના ફૂડ વિભાગની ટીમ દ્વારા અચાનક શહેરના ગાંધીચોક વિસ્તારમાં આવેલી કનૈયા ટ્રેડીંગ અને જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ પદ્મનાથ ઓઇલ મીલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતાં તેલ અને ઘીનું વેચાણ કરતાં તત્ત્વોમાં ફફડાટ મચી ગયો હતો.

 

 

ફૂડ વિભાગની ટીમે દરોડા પાડીને આ બંને પેઢી પરથી તેલના નમૂના લઇને પૃથ્થકરણ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ડીસામાં અગાઉ પણ અનેકવાર ઘી અને તેલના સેમ્પલ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે અને તે સેમ્પલ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે.

 

ત્યારે એકવાર ફરી ડીસામાંથી ફૂડ વિભાગ દ્વારા તેલના સેમ્પલ લેવામાં આવતાં હવે આ નમૂના અખાદ્ય છે કે ખાદ્ય તેને લઇ લોકોમાં પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પદ્મનાભ ટ્રેડીંગ સહીતની તેલ ઉત્પાદક કંપનીમાં તોલમાપના દરોડા પડયા હતા અને રૂ. 7,00,000 ની કિંમતનો માલ સીઝ કર્યો હતો.

 

હજુ તોલમાપ ખાતાની કાર્યવાહી પૂર્ણ થઇ ન હતી કે ફૂડ વિભાગના દરોડાથી એ વાત તો સ્પષ્ટ જ થઇ છે કે તંત્ર ગ્રાહકો પ્રત્યે સજાગ છે.પરંતુ આ કાર્યવાહીથી મિડીયાને કેમ દૂર રાખવામાં આવે છે તેનો જવાબ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ આપશે ખરા ?

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!