બનાસકાંઠામાં આવતી કાલથી લેવાશે ધોરણ 10 અને 12ની પરિક્ષા : કેન્દ્રોને કરાયા આજે સેનેટાઈઝ

- Advertisement -
Share

આવતીકાલથી જ્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઇ રહી છે. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ પરિક્ષા કેન્દ્રો આજે સેનીટાઇઝર કરવામાં આવ્યા હતા અને આવતીકાલથી જ્યારે પરિક્ષાઓ શરૂ થઈ રહી છે તેને લઈને વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અને કોરોના ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપવા માટેની પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

[google_ad]

 

છેલ્લા 2 વર્ષથી કોરોનાવાયરસની મહામારીના વધતા જતાં કોરોનાના કેસના કારણે વિદ્યાર્થીઓમાં કોરોનાવાયરસનો સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા ગુજરાતની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ કોરોનાવાયરસની વિકરાળ મહામારીના કારણે બોર્ડની તમામ પરિક્ષાઓ રદ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

[google_ad]

છેલ્લા 2 વર્ષથી શાળાઓ બંધ રહેતા તેની સીધી અસર વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. આ વર્ષે પણ જે પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું તેના કારણે બનાસકાંઠા જીલ્લાની તમામ શાળાઓ પણ બંધ કરવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર મોટી અસર જોવા મળી રહી હતી.

[google_ad]

ચાલુ વર્ષે જે પ્રમાણે કોરોનાવાયરસની મહામારી વધી હતી તેના કારણે અસંખ્ય લોકો મોતને ભેટયા હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. દિવસેને દિવસે જે પ્રમાણે કોરોનાવાયરસની મહામારી ફેલાઈ રહી હતી તેના કારણે ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી અને આ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવ્યા હતા.

[google_ad]

 

જે પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ હતું તેના કારણે સરકાર દ્વારા શાળાઓ બંધ કરવામાં આવતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર જોવા મળી હતી. તો આ તરફ ગુજરાત સરકાર દ્વારા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું ન હતું અને કોરોનાવાયરસની મહામારી ઓછી થતા આ તમામ વિદ્યાર્થીઓની પરિક્ષા લેવાનો સરકારે નિર્ણય કર્યો હતો.

[google_ad]

કોરોના સંક્રમણ હળવું પડતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતી કાલે 10 અને 12ના વિદ્યાર્થીઓની પરિક્ષાઓ યોજાનાર છે. આ પરિક્ષાઓ 15 જુલાઈથી 28 જુલાઈ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં SSC બોર્ડની પરિક્ષાઓ 31 કેન્દ્રો, 126 બિલ્ડીંગમાં 25,258 વિદ્યાર્થી, જ્યારે HSC સામાન્ય પ્રવાહ માટે 1 કેન્દ્ર પર 31 બિલ્ડીંગમાં 7,928 વિદ્યાર્થીઓ, HSC વિજ્ઞાન પ્રવાહના 1 કેન્દ્ર પર 4 બિલ્ડીંગ પર 718 વિદ્યાર્થી પરિક્ષા આપશે. આમ આવતીકાલથી શરૂ થતી પરિક્ષાઓને લઇ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

[google_ad]

આવતીકાલથી જ્યારે બોર્ડની પરિક્ષાઓ યોજવા જઇ રહી છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ સ્ટાફ ,UGVCLના અધિકારીઓએ બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સૂચના આપવામાં આવી છે.

[google_ad]

આ પરિક્ષાઓમાં SSC બોર્ડની પરિક્ષાનું સંચાલન ત્રણ જોનમાં એટલે કે થરાદ, ડીસા અને પાલનપુરમાં થશે. જ્યારે HSCનું તમામ સંચાલન પાલનપુરથી કરવામાં આવશે. પરિક્ષાઓ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારના કોરોના લક્ષણો જણાશે તો તેવા વિદ્યાર્થીઓ માટે અલગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે જ્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે તમામ શાળાઓમાં સંચાલક મંડળ દ્વારા શાળાઓને સેનેટાઈઝર કરવામાં આવી હતી. તો બીજી તરફ આવતી કાલે જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરશે તો તે તમામ વિદ્યાર્થીઓને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવશે.

[google_ad]

શાળા સંચાલક દ્વારા તમામ ક્લાસમાં વિદ્યાર્થીઓ બેસી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આવતી કાલથી જે પરિક્ષાઓ યોજાવા જઇ રહી છે તેને લઈ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. તે તમામ કેન્દ્રોને આજે સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!