થરાદના વામી ગામે મહિલાએ સાસરી પક્ષના 7 લોકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

- Advertisement -
Share

થરાદ તાલુકાના વામી ગામ ખાતે એક મહિલાને સાસરી પક્ષ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા તેમજ મહિલાને તેમજ તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ સાસરી પક્ષના સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

 

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાબડીપાદર ખાતે રહેતા ધુડાભાઇ જોષીની દીકરી હંસાબેન જોષીના આજથી 20 વર્ષ અગાઉ થરાદ તાલુકાના વામી ગામે રહેતા અમી રામભાઈ જોશીના દીકરા બળદેવભાઈ જોષીના સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયેલા જેમને સંતાનમાં 2 દીકરી તેમજ 1 દીકરો છે.

[google_ad]

 

લગ્ન પછી 12 વર્ષ સુધી સાસરી પક્ષના લોકો દ્વારા સારી રીતે રાખેલ ત્યાર બાદ છેલ્લા 8 વર્ષથી હંસાબેન જોશીના સાસુ ચેહરીબેન અમી રામભાઈ જોષી તેમજ જેઠ અજેશીભાઈ તેમજ કાકા સસરા મઘાભાઈ વીરાભાઇ જોશી તેમજ કાકા સસરાનો દીકરો સુરેશભાઈ મઘાભાઈ જોશી આ તમામ હંસાબેન જોષીના પતિ બળદેવભાઈ જોષીને ચડામણી કરી અવાર-નવાર હંસાબેન જોશીને હેરાન પરેશાન કરી મારઝૂડ કરાવતા અને શારીરિક-માનસિક ત્રાસ આપતા.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

પરંતુ હંસાબેન જોશી અને તેના ભાઈના લગ્ન સાટામાં કરેલ હોવાથી હંસાબેનના ભાઈનો ઘરસંસાર ન બગડે જેના કારણે આ તમામ લોકોનો છેલ્લા 8 વર્ષથી ત્રાસ સહન કરતા હતા અને છેલ્લા 2 માસ અગાઉ હંસાબેનના પતિ બળદેવભાઈને આ તમામ લોકો ચડામણી કરી અને હંસાબેનને કહેતા કે, “તુ ચારિત્ર્યહીન છે શું છોકરીઓ મૂકીને તારા પિતાના ઘરે જતી રહી તું અમને જોઈતી નથી” તેમ કહી ગડદાપાટુનો મારમારી તેમજ હંસાબેન જોશીના નામના ખોટા મેસેજ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપેલ તેમજ હંસાબેનના પતિ બળદેવભાઈ તેમજ તેના જેઠ અજેશીભાઈ આ બંને હંસાબેનને ગડદાપાટુનો મારમારી ઘરેથી કાઢી મૂકી તેમજ આ લોકો દ્વારા હંસાબેનના સ્ત્રીધન તમામ ઘરેણા પણ લઈ લીધેલા.

[google_ad]

 

પ્રતીકાત્મક તસ્વીર

 

ત્યારબાદ હંસાબેન જોશી તેના 3 બાળકો સાથે વામી ગામ ખાતે આવેલ ગામની પ્રાથમિક શાળા પાસે ઝૂંપડું બનાવી રહેવા લાગે તેમ છતાં પણ સાસરી પક્ષના લોકો હંસાબેનના પતિને ચડામણી કરી અવાર-નવાર હંસાબેનને તેમના પતિ બળદેવભાઈ ગડદાપાટુનો માર મારતા તેમ છતાં હંસાબેન જોશી નાના બાળકોનું ભવિષ્યનું વિચારી આજ દિન સુધી સાસરી પક્ષના લોકોનો ત્રાસ સહન કરતા તેમ છતાં તેમના પતિ દ્વારા અવારનવાર લાખ રૂપિયાની દહેજની માગણી કરતા

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

 

પરંતુ હંસાબેન તેમના પતિને દહેજમાં પૈસા આપવાની ના કહેતા ત્યારે તેમના પતિ બળદેવભાઈ ગડદાપાટુનો માર મારતા અને આ લોકો દ્વારા હંસાબેનને તેમજ તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપતા જેથી હંસાબેન જોશી એ

(1) સુરેશભાઈ મઘાભાઈ જોશી
(2)મઘાભાઈ વિરાભાઈ જોશી
(3)રોહિત કુમાર અજેશીભાઈ જોશી

[google_ad]

(4)સંતોકબેન અજેશીભાઈ જોશી
(5) અજેશીભાઈ અમીરામભાઈ જોશી
(6)ચેહરીબેન અમીરામભાઈ જોશી
(7)બળદેવભાઈ અમીરામભાઈ જોશી

[google_ad]

 

આ તમામ રહે.વામી તા.થરાદ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!