પાલનપુરમાં 5 વર્ષના કિશોરે 40 મિનિટમાં 5.10 કિ.મી. સાઇકલ ચલાવી અંતર કાપ્યું

- Advertisement -
Share

 

પાલનપુરના 5 વર્ષના યોહાન મોદીએ વર્ચ્યુઅલ સાઇકલ રાઇડીંગમાં 40 મિનિટમાં 5.10 કિ.મી. સાઇકલ ચલાવી હતી. સાયકલોફન રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન વર્ચ્યુઅલ સાઇક્લીંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. યોહાનની આ સિદ્ધીને સૌએ બિરદાવી હતી.

 

 

પાલનપુર દેવપુરા ગામ નજીક રહેતાં મેહુલભાઇ મોદીના 5 વર્ષના દીકરા યોહાન મોદીએ 40 મિનિટ ચલાવી હતી. કોરોના સંક્રમણ બાદ અનેક બાબતોમાં ઓનલાઇન પ્રક્રીયા શરૂ થઇ છે.

 

જેમાં સાઇક્લીંગ પણ બાકાત નથી. વર્ચ્યુઅલ રાઇડીંગમાં સ્પર્ધક દુનિયાના કોઇપણ ખૂણે રહીને ભાગ લઇ શકે છે. ઇવેન્ટમાં જી.પી.એસ. કનેક્ટ કર્યાં બાદ જ્યાં સુધી રાઇડીંગ ચાલે છે ત્યાં સુધીના તમામના ડેટા કલેક્ટ થાય છે અને કોણ કેટલું અંતર કાપે છે તે બધુ રેકોર્ડ થાય છે.

 

આ અંગે યોહાનના પિતા મેહુલભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ‘રવિવારે સવારે ઇવેન્ટ શરૂ થઇ તે બાદ જી.પી.એસ.થી અમે પણ ઇવેન્ટમાં સહભાગી થયા અને 40 મિનિટમાં 5.10 કિ.મી. અંતર કાપ્યું હતું.’

 

આ અંગે પાલનપુરના દેવપુરા નજીક રહેતાં મેહુલભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ‘ગત વર્ષે પણ મારા દીકરા યોહાને 42 મિનિટમાં 5 કિલોમીટર અંતર કાપ્યું હતું. પરંતુ ગત વર્ષે 2 કિ.મી. અંતર કાપી દીકરો નીચે પડી ગયો હતો. જો કે, આ વર્ષે હિંમત ન હારી 2 મિનિટ પહેલાં 5 કિ.મી.નું અંતર કાપ્યું હતું.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!