ડીસામાં ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી નવીન બનેલા ડામર રોડનું આપની ટીમે નિરીક્ષણ કર્યું

- Advertisement -
Share

આજે ડીસા શહેર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી અંદાજે 1 કરોડના ખર્ચે નવિન બનાવેલ રોડ જેમાં હલકી ગુણવત્તાનો કામ થયું હોવાની આશંકાને લઈ આજે ડીસા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સુભાષભાઈ ઠક્કરની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી નવીન ડામોર રોડનું નિરક્ષણ કરવામાં આવ્યું હતું.

[google_ad]

જેમાં નવીન ડામોર રોડમાં સંતોષી માતાના મંદિર પાસે એક નાનો ભુવો પડી ગયો હોય જોવા મળ્યો હતો જ્યારે અન્ય જગ્યા ઉપર પણ ડામર રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા લેવલિંગ કરવામાં આવ્યું ન હોવાનું આમ આદમી પાર્ટીના હોદેદારોને જાણવા મળ્યું હતું. નવીન ડામર રોડની કામગીરીમાં એક તરફ ઢાળ મૂકવામાં આવ્યો છે તો બીજી તરફ ઉંચાઈ કરવામાં આવી છે.

[google_ad]

જેને લઇને આપના ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર દ્વારા નગરપાલિકા નવી રોડના કામમાં ભસ્તાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની કરી પ્રજાના ટેક્સના પૈસાનો ભષ્ટ્રાચાર કર્યો હોવાના પણ આક્ષેપ લગાવ્યા હતા અને ચેતવણી આપી હતી કે ડીસા નગરપાલિકામાં જે પણ સરકારી યોજના અંતર્ગત ટેન્ડર બહાર પાડવામાં આવે છે તેમાં હવે પછીના કામકાજમાં ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.

[google_ad]

કોન્ટ્રાક્ટરોને પણ જણાવ્યું હતું કે સરકારના ટેન્ડર મુજબનું કામકાજ કરવું પડશે જ્યારે આપના ડીસા તાલુકા પ્રમુખ હાર્દિક ભાઈ ઠક્કર દ્વારા પણ ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી નવીન બનેલા ડામર રોડની કામગીરીમાં અને પણ કોન્ટ્રાક્ટ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને નવીન ડામર રોડની કામગીરી દરમિયાન નગરપાલિકા દ્વારા જે ડિવાઈડર તોડી પાડવામાં આવ્યા છે અને હવે જે નવા ડિવાઈડર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવશે તેને લઈને પણ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.

[google_ad]

ત્યારે આજે ડીસા શહેરના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી નવીન ડામર રોડની કામગીરીને લઇને નિરીક્ષણ કરવામાં આવ્યું અને આમ આદમી પાર્ટીની કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!