કાંકરેજના ચેખલાથી મોબાઇલ ટાવરમાંથી બેટરીની ચોરી કરનાર 3 શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

ચોરી થયેલી 24 બેટરીઓ પૈકી 21 બેટરી કે જેની કિંમત રૂ. 52,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

કાંકરેજ તાલુકાના ચેખલા ગામમાંથી ખાનગી કંપનીના મોબાઇલ ટાવરમાંથી 24 જેટલી બેટરીની ચોરીનો ભેદ શિહોરી પોલીસે ઉકેલ્યો છે. આ ગુનામાં પોલીસે 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
ચોરી થયેલી 24 બેટરીઓ પૈકી 21 બેટરી કે જેની કિંમત રૂ. 52,500 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની અટકાયત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા શિહોરી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનો અનડીટેક્ટ દાખલ થયો હતો. જેમાં કાંકરેજ તાલુકાના ચેખલા ગામમાં આવેલા ખાનગી કંપનીના મોબાઇલ ટાવરમાંથી બેટરીઓ 24
જેટલી જે એક બેટરીની કિંમત રૂ. 2,500 લેખે કુલ 24 બેટરી કિંમત રૂ. 60,000 ની ચોરી કરી કોઇ અજાણ્યા શખ્સો લઇ જઇ ગુનો કર્યો હતો. જે અંગે ફરિયાદ દાખલ થઇ હતી.

 

જેના આધારે શિહોરી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરતાં પ્રવિણજી રતુજી ઠાકોર (દૂધૈયા) (રહે. ચેખલા, તા. કાંકરેજ), યાદુજી કંચનજી ઠાકોર (ઘેચા) (રહે.ચેખલા, તા.કાંકરેજ) અને મનુજી વાઘાજી
ઠાકોર (ચાવડા) (રહે.કાકર, ખેતરવાસ, તા. કાંકરેજ) વાળાઓના કબજા ભોગવટામાંથી ગુનામાં ગયેલી બેટરીઓ 21 જેની કિંમત રૂ. 52,500 ની મળી આવી હતી. જે બાદ આરોપીઓની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!