બનાસકાંઠામાં આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહીથી ગરમીમાં રાહતની આશા

- Advertisement -
Share

ચાલુ વર્ષે રાજ્યભરમાં સારા પ્રમાણમાં વરસાદ થતાં ચો તરફ પાણીની રાહત થઈ છે. ત્યારે આગામી ત્રણ દિવસમાં હજુ પણ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેથી છેલ્લા એક સપ્તાહથી સતત પડી રહેલી ભારે ગરમીથી લોકોને રાહત મળવાની આશા બંધાઈ છે.

 

ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં ચાલુ વર્ષે ચોમાસુ ખૂબ સારું રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં 127 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સતત દોઢ માસથી ચાલુ રહેલા વરસાદે છેલ્લા એક સપ્તાહથી વિરામ લીધો છે. જોકે, આટલો સારો વરસાદ પડ્યો હોવા છતાં વરસાદે વિરામ લેતા ફરીથી વાતાવરણ ભારે ગરમી અને ઉકળાટવાળું બની ગયું હતું. સારા વરસાદના કારણે ખેડૂતોએ મોડે મોડેથી પણ વાવણી કરી દીધી હતી. જોકે, અઠવાડિયાથી વરસાદ ખેંચાતા હવે ખેડૂતોને પિયત કરવાનો વારો આવ્યો છે.

 

ત્યારે હવે ફરીથી બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા આગામી ત્રણ દિવસમાં બનાસકાંઠા સહિત રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના કારણે ખેડૂતોને હજુ પણ પીયતમાંથી છુટકારો મળે તેમજ અસહ્ય ગરમી બફારા અને ઉકલાટથી પરેશાનથી ઉઠેલા લોકોને વરસાદના કારણે ગરમીમાં રાહત થવાની આશા બંધાઈ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!