બનાસકાંઠામાં એક જ દિવસમાં બે અકસ્માત : એકનું મોત, ત્રણને વ્યક્તિઓને ગંભીર ઇજા

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના ડીસા-રાધનપુર ઓવરબ્રિજ પર ટ્રેલર પાછળ ટ્રેલર ઘૂસી જતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જ્યારે બીજી તરફ અમીરગઢ હાઇ-વે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને અકસ્માતમાં એક વ્યÂક્તનું મોત અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે શિહોરી રેફરલ હોÂસ્પટલમાં ખસેડાઇ હતી

 

 

અને ઘાયલોને નજીકની હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ શિહોરી અને અમીરગઢ પોલીસને થતાં તેમની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બંને ટ્રેલરના ચાલકો ટ્રેલરો મૂકી ફરાર થઇ ગયા હતા. આ અંગે શિહોરી અને અમીરગઢ પોલીસે બંને ટ્રેલર ચાલકો સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અકસ્માતની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના શિહોરીમાં બુધવારે વહેલી સવારે હાઇવે પર ટ્રેલર પાછળ ટ્રેલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યÂક્તનું મોત અને એક વ્યÂક્ત ઘાયલ થતાં બનાવના પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રાહતની કામગીરી શરૂ કરી હતી. જ્યારે બંને ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 

 

જ્યારે બીજા બનાવમાં અમીરગઢ નેશનલ હાઇવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફીકજામના દૃશ્યો જાવા મળ્યા હતા. જેમાં એલ.એન્ડ.ટી. વિભાગ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફીક નિયંત્રણ કરાવ્યું હતું અને ઘાયલોને નજીકની હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે શિહોરી રેફરલ હોÂસ્પટલમાં ખસેડાઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ શિહોરી અને અમીરગઢ પોલીસને થતાં તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બંને ટ્રેલરના ચાલકો ટ્રેલરો મૂકી ફરાર થઇ ગયા હતા. આ અંગે શિહોરી અને અમીરગઢ પોલીસે બંને ટ્રેલર ચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!