ડીસાના શિવનગર ટેકરા વિસ્તારમાં પાણીનું ટાંકું લોકો માટે જીવના જોખમ સમાન સાબિત થઈ રહ્યું છે

- Advertisement -
Share

ડીસા શહેરના શિવનગર ટેકરા વિસ્તારમાં આવેલું પાણી ટાંકું અત્યારે આસપાસ લોકો માટે જીવના જોખમ સમાન સાબિત થઈ રહ્યું છે. ટાંકું બન્યાને તો હજુ માત્ર એક જ વર્ષ થયું છે અને ટાંકું લીકેજ થવાની શરૂઆત થતાં લોકો ભયથી ફફડી રહ્યા છે.

આ વિસ્તારને શહેરના સહુથી સ્લમ વિસ્તાર તરીકે માનવામાં આવે છે. લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા 12 લાખ લિટરનું ઓવરહેડ ટાંકું બનાવવામાં આવ્યું હતું. ટાંકું બનાવ્યાને હજુ તો એક વર્ષ જેટલો જ સમય થયો છે અને આટલા ટૂંકા સમયમાં ટાંકાની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે. અત્યારેથી જ ટાંકું લીકેજ થતું જોવા મળી રહ્યું છે અને ટાંકું લીકેજ થતું હોવાથી આસપાસના લોકો ભયથી થથરી રહ્યા છે.

જે જગ્યા પર આ ટાંકું બનાવવામાં આવ્યું છે તેને અડીને જ રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવેલા છે અને આ આવાસોમાં મોટી સંખ્યામાં લોકો પણ વસવાટ કરી રહ્યા છે તો બીજી તરફ સ્લમ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે અને અત્યારે આ હજારો લોકો માટે સહુથી મોટું ચિંતાનું કારણ આ પાણીનું ટાંકું બની ગયું છે જેને લઈ આ વિસ્તારના લોકો ભયભીત છે.

ડીસાના શિવનગર ટેકરા વિસ્તારમાં એક વર્ષ પહેલા બનેલા આ ટાંકાનું બાંધકામ કેટલું તકલાદી છે તે તસ્વીરો પરથી સમજી શકાય છે. માત્ર એક વર્ષના ટુંકાગાળામાં આ ટાંકું લીકેજ થવા લાગ્યું છે. જેનાથી આસપાસના લોકોના જીવ પર મોટું જોખમ સર્જાયું છે. ત્યારે આગામી સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ ટાંકાનું સમારકામ કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જાનારી મોટી હોનારતને નિવારી શકાય તેમ છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!