બેફામ બનેલા TRB જવાનની દાદાગીરીનો વિડીઓ થયો વાઈરલ : રિક્ષાને દંડા મારી નુકસાન પહોંચાડ્યું

- Advertisement -
Share

સુરત શહેરમાં ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે ટ્રાફિક પોલીસની મદદ માટે મૂકવામાં આવેલા ટીઆરબી જવાનો છાશવારે વિવાદમાં આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદમાં આવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાની સત્તા ન હોવા છતાં પણ રીક્ષા નુકસાન કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે જેને લઈને લોકોમાં રોષ ફેલાઇ જવા પામ્યો છે.

[google_ad]

 

સુરતમાં ટ્રાફિક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે પોલીસ વિભાગમાં ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે પોલીસ કર્મચારીઓ ઓછા પડતા હોવાને લઈને ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવેલી હતી. ત્યારે આ જવાનો છાશવારે વિવાદમાં આવતા હોય છે. કોઈ જગ્યા પર દાદાગીરી કરતા તો કોઈ જગ્યા પર લોકો પાસે પૈસા ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદો બાદ વિડિયો સામે આવતાં તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

[google_ad]

ત્યારે સુરતના પાંડેસરા રોડ પર વધુ એક ટીઆરબી જવાનનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે વિવાદ ઉભો થયો છે. કારણ કે જવાનો માત્ર ટ્રાફિક પોલીસની મદદ અને ટ્રાફિક નિયમન માટે રાખવામાં આવ્યા છે પણ આ ટીઆરબી જવાનો પોતાની જાતને પોલીસ કર્મચારી સમજીને રસ્તામાં રીક્ષા ઉપર જે રીતે તૂટી પડે છે રિક્ષાઓને નુકસાન કરે છે તેને લઈને લાંબા સમયથી સતત આ લોકો વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવી રહી છે.

[google_ad]

ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવા જ એક ટીઆરબી જવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હાથમાં ડંડો લઈને રીક્ષા વાળાની રીક્ષાને ટીઆરબી નુકસાન કરતો જોવા મળી રહ્યો છે અને દાદાગીરી કરી રીક્ષાવાળાને દબાવવાનો પ્રયાસ કરતો હોવાનું સામે આવી ગયું છે.

[google_ad]

જોકે, વીડિયો વાયરલ થતાની સાથે હવે ફરી એક વખત ટીઆરબી જવાન વિવાદમાં આવ્યો છે જો કે વિડીયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે ત્યારે હવે આ જવાન સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

[google_ad]

 

સતત ટીઆરબી જવાનોની ફરિયાદોને લઈને સુરત શહેરના લોકો પરેશાન છે ક્યાંક રસ્તે ગાડી અટકાવીને સત્તા ન હોવા છતાં પણ લોકો પાસે પૈસાનો તોડ કરતા હોવાની પણ વ્યાપક ફરિયાદો મળી રહી છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!