ડીસામાં અષાઢી બીજના પર્વ પર કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

- Advertisement -
Share

ડીસા શહેરમાં રથયાત્રાને તંત્ર દ્વારા કોરોનાના નિયમોનું પાલન કરાવી રથયાત્રા સાદગી પૂર્વક નીકાળવામાં આવી હતી અને યાત્રા જે રૂટ પરથી નીકળી હતી તે રૂટ તંત્ર દ્વારા કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતુ અને રથયાત્રા કરફ્યુ વચ્ચે મંદિરે પોહચી હતી.

[google_ad]

ડીસા શહેરમાં કાર્યરત સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવે છે જોકે ગયા વર્ષે કોરોનાની મહામારીના લીધે રથયાત્રા નિકળી ન હતી અને આ વર્ષે મંજૂરી મળી હતી.

 

[google_ad]

ડીસામાં તંત્ર દ્વારા સાદગીપૂર્વક રથયાત્રા નિકાળવાની મંજૂરી આપવામાં આવી હતી આ રથયાત્રા સવારે 7 વાગે શહેરના રામજી મંદિરથી નીકળી હતી. જેમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના ત્રણ રથ સાથે યાત્રા નીકળ હતી.

 

[google_ad]

આ ઉપરાંત જે લોકોને મંજૂરી આપવામાં આવી હતી તે લોકો જ આ રથયાત્રામાં જોડાયા હતા. આ રથયાત્રા દરમ્યાન શહેરમાં સવારે 7 વાગેથી 9 વાગે સુધી 2 કલાકમાં યાત્રાના રૂટ પર કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું. જેથી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપેલ પરવાનગી સિવાયના અન્ય કોઇપણ વ્યક્તિઓએ રથયાત્રામાં જોડાય નહિ કે પોતાના ઘરની બહાર નીકળે નહી.

 

[google_ad]

આ યાત્રા કુંભારવાસ રામજી મંદીરથી નીકળી, રીસાલા ચોક, હીરા બજાર, એસ.સી. ડબલ્યુ હાઇસ્કુલ ચાર રસ્તા, અગ્રેસન સર્કલ, બગીચા સર્કલ, ફુવારા સર્કલ, ગાંધીજીનું પુતળું, ભગવતી સાડી શો રૂમ, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન આગળ થઇ પરત રીસાલા ચોકમાં પુણાહુતી થઈ હતી. ત્યાર બાદ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!