માનવતાની મહેક: પાલનપુરમાં ન્યૂમોનિયાથી પીડાતી બાળકીની સારવારનું રૂ. 75,000નું બિલ તબીબે માફ કર્યું

Share

પાલનપુરમાં આવેલા શિશુગૃહમાં રખાયેલી અને ન્યૂમોનિયાનીથી પીડતી બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જોકે, તેણીને પુરતી સારવાર મળી રહે અને જલ્દી સ્વસ્થ થાય તે માટે શિશુગૃહના અધિકારીઓ અને સ્ટાફે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જે તબીબ ડો. રોનક પટેલે બાળકીને નવ જીવન બક્ષ્યું હતુ અને સારવાર માટે થયેલા બિલની રૂપિયા 75,000ની રકમ ન લઇ માનવતા નિભાવી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલી બાળકીને શિશુગૃહના અધિકારી, સ્ટાફ તેમજ બનાસ એન. પી. પ્લસ સંસ્થા દ્વારા 11 દિવસની સારવાર બાદ તે જલ્દી સ્વસ્થ થાય તે માટે પાલનપુરની નિયોકિડ્ઝ બાળકોની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં ડો. રોનક પટેલે આઇસીયુમાં સઘન સારવાર આપી દીકરીને નવજીવન બક્ષ્યુ હતુ. જેને લઈ શિશુગૃહ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

સિવિલમાં લવાયેલી બાળકીને ફેફસામાં ઇન્ફેકશન લાગી ગયું હતુ. ન્યુમોનિયાની પણ ગંભીર અસર હતી. બાળકી શારિરીક રીતે ખુબ જ અશકત હોઇ તેમજ શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હતી. દસ દિવસની સારવાર બાદ બાળકીનો જીવ બચાવી શકાયો છે. જેની દવા, રિપોર્ટ સહિતનો ખર્ચ રૂપિયા 75,000 થયો હતો.- ડો. રોનક પટેલ (બાળકીની સારવાર કરનારા તબીબ)

 

From – Banaskantha Update


Share