ડીસાના ત્રણ હનુમાન નજીક ગટરનું પાણી રોડ આવતા લોકો ત્રાહિમામ

- Advertisement -
Share

ડીસામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. નગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાનિંગની મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ ડીસાના ત્રણ હનુમાન નજીક રોડ પર ગટરનું પાણી રોડ પર આવતા સ્થાનિક લોકો તેમજ આ રોડ પર ડોકટર હાઉસ આવેલ છે ત્યાં અનેક દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. તો નગરપાલિકા સત્વરે આ ગટરના પાણીનો નિકાલ કરાવે તેવી આજુબાજુના વેપારીઓ તેમજ ડોકટરો અને દર્દીઓની માંગ છે.

 

 

ડીસામાં નગરપાલિકા દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે ચોમાસાની શરૂઆત થતાની સાથે તમામ ગટરોની સફાઈ કરી દેવામાં આવી છે. પરંતુ વાસવિક્તા કઈ અલગ જોવામળી રહી છે. ડીસાના ત્રણ હનુમાન નજીક ગટર લાઈન ઉભરાવા લાગી છે અને તેનું પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યુ છે. આ માર્ગ પર ડોકટર હાઉસ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે તેમને ભારે હાલાકી પડી રહી છે.

 

 

તેમજ સ્થાનિક લોકો તેમજ વેપારી ઓને વેપાર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. ગટરનું પાણી ભારે દુર્ઘ મારી રહ્યું છે જેથી સ્થાનિક લોકો તેમજ ડોકટરો તેમજ દર્દીઓની માંગ છે કે સત્વરે નગરપાલિકા દ્વારા આ ગટરની સફાઈ કરવામાં આવે જેથી આ ગટરનું પાણી રોડ પર જતું અટકે અને જો સફાઈ નહિ કરવામાં આવે તો ચોમાસામાં ભારે હાલાકી પડી શકે તેમ છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!