મેસીનું સપનું પૂરું થયું, પહેલીવાર મેજર ટૂર્નામેન્ટમાં જીત, આર્જેન્ટિનાએ બ્રાઝીલને 1-0થી હરાવ્યું

- Advertisement -
Share

કોપા અમેરિકાની ફાઇનલમાં આર્જેન્ટિનાએ બ્રાઝીલને 1-0થી હરાવી દીધું. બ્રાઝીલના શહેર રિયો ડી જિનેરિયોના શાનદાર મારકાના સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં એન્જેલ ડિ મારિયાએ મેચનો એક માત્ર ગોલ કર્યો. આર્જેન્ટિનાએ 28 વર્ષ બાદ આ ટ્રોફી જીતી છે. ટીમે આ પહેલા વર્ષ 1993માં આ ટાઇટલ જીત્યું હતું. સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસીની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનાની ટીમ 2015 અને 2016માં બે વાર ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ જીતી નહોતી શકી. આ વખતે એન્જેલ ડિ મારિયાએ મેસીનું સપનું પૂરું કરી દીધું. મેસીએ પોતાનું મેજર ટૂર્નામેન્ટ જીતી છે.

[google_ad]

મેસીની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનાની ટીમ ફીફા વર્લ્ડ કપ 2014ની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તેને જર્મનીએ હરાવી દીધું હતું. ત્યારબાદ કોપા અમેરિકામાં સતત બે ફાઇનલ હાર્યા બાદ મેસીએ વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ફુટબોલથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તે સમયે માત્ર 29 વર્ષના મેસીને નેશનલ ગેમમાં વાપસી કરવા માટે રાષ્ટ્રપતિએ મનાવ્યા હતા. આ વર્ષે કોપા અમેરિકામાં મેસી પોતાના જૂના રંગમાં જોવા મળ્યો. મેસીએ ચાર ગોલ કરવા ઉપરાંત ટીમના ખેલાડીઓને પાંચ ગોલ કરવામાં મદદ કરી.

[google_ad]

 

 

ફાઇનલ મેચમાં બ્રાઝીલ અને આર્જેન્ટિનાની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. મેચની 22મી મિનિટમાં ડિ મારિયાએ આર્જેન્ટિનાને સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ બ્રાઝીલે તાબડતોડ આક્રમણ કર્યા. મેચ દરમિયાન 60 ટકા સમય બોલ બ્રાઝીલની પાસે રહ્યો અને તેના ખેલાડીઓએ 13 શોટ પણ માર્યા પરંતુ ગોલ કરવામાં સફળ ન રહ્યા.

[google_ad]

 

 

બંને ટીમના ખેલાડીઓએ એક-બીજાથી આગળ જવાના પ્રયાસ સતત ચાલુ રાખ્યા અને તેમાં કોઈ કચાશ છોડી નહીં. મેચમાં ગોલ કરવાની ખેંચતાણનો અંદાજો એ વાતથી લાગી શકે છે કે આર્જેન્ટિનાના પાંચ અને બ્રાઝીલના ચાર ખેલાડીઓને યલો કાર્ડ દેખાડવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!