ચીની અધિકારીઓ પર ઈયુના પ્રતિબંધો બાદ ચીનનો વળતો પ્રહાર :

- Advertisement -
Share

ચીનના ઉત્તરપશ્ચિમ પ્રાંત જિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમ સમુદાય પર અત્યાચાર અને માનવ અધિકારના ભંગ બદલ યુરોપિયન યુનિયને અમેરિકા, બ્રિટન અને કેનેડાની સાથે એકસંપ થઇને ચીનના અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા બાદ ગણતરીના કલાકોમા જ ચીને પણ તેનો બદલો લેતા પગલાં જાહેર કર્યા હતાં. નવા અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેનની આગેવાની હેઠળ આ એક પ્રથમ કો-ઓર્ડિનેટેડ પશ્ચિમી કામગીરી હતી અને દાયકામાં સૌપ્રથમવાર યુરોપિયન યુનિયને ચીન સામે નોંધપાત્ર પગલાં ભર્યા છે.

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેણે મંગળવારે જિનજિયાંગ યુઘુર ઓટોનોમસ રિજનમાં ચાઇનિઝ અધિકારીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો સામે તીવ્ર વિરોધ નોંધાવવા ઇયુના એમ્બેસેડર નિકોલસ ચાપિસને તેડાવ્યા હતાં. નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ઇયુએ આ ભુલની ગંભીરતા સમજવી જોઈએ અને વધારે ક્ષતિથી બચવા માટે તેને સુધારી લેવી જોઈએ. પશ્ચિમી સરકારો ઉત્તરપશ્ચિમ ચીનમાં મુસ્લિમોની સામૂહિક અટકાયત માટે ચીનને જવાબદાર સાબિત કરવા માંગે છે. અમેરિકા કહે છે કે ચીન નરસંહાર કરી રહ્યું છે.

ઇયુએ પણ બ્રિટન અને કેનેડાની માફક સોમવારે જિનજિયાંગમાં માનવ અધિકારોના ઉલ્લંઘન માટે ચીનના ટોચના સિક્યોરિટી ડિરેક્ટર સહિત ચાર ચાઇનીઝ અધિકારીઓ પર પ્રતિબંધ લાદ્યા હતાં. પશ્ચિમી દેશોના સહયોગી પગલાં સામે ચીનની પ્રતિક્રિયા ઘણી ઝડપી હતી. તેણે ઇયુની સરખામણીએ વધારે વ્યાપક શિક્ષાત્મક પગલાં ભર્યા છે. યુરોપિયન સાંસદો, ડિપ્લોમેટ્સ, સંસ્થાઓ અને પરિવારોને ચીન સાથે બિઝનેસ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે મંગળવારે ચીનમાં માનવ અધિકારોનો ભંગ કરનારા ચાઇનીઝ અધિકારીઓ પર પ્રતિબંધો લાદવાના યુરોપિયન યુનિયન, અમેરિકા, બ્રિટન અને કેનેડાના સહિયારા પગલાંને આવકાર આપ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!