ખાતર, બિયારણ,દવાઓ બગડી ગયેલી બતાવી કૌભાંડ આચર્યું
ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન દશરથભાઇ કાળુભાઇ ખટાણાએ ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ખાતર, બિયારણ, જંતુ નાશક દવાઓ બગડી ગયેલી બતાવી, મંડળીઓને ઉધાર માલ આપી, સંઘની દુકાનોની હરાજી ન કરી તેમજ મગફળીની બોરીઓ બારોબાર વેચી રૂપિયા 1.80 કરોડની ઉચાપત કરી હતી.
જિલ્લા રજીસ્ટ્રારના ઓડિટ દરમિયાન રેકેટનો પર્દાફાશ થતાં તાલુકા સંઘના મેનેજરે દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન ડીસા તાલુકાના દામાના દશરથભાઇ કાળુભાઇ ખટાણા તારીખ 11/7/2016 થી 9/10/2020 દરમિયાન ચેરમેન તરીકેના હોદ્દા ઉપર રહ્યા હતા. આ કાર્યકાળ દરમિયાન સંઘના વહીવટીકામમાં આર્થિક ફાયદા માટે હોદ્દાનો દૂરપયોગ કરી ખોટા દસ્તાવેજો અને રેકર્ડ બનાવી અલગ અલગ રીતે રૂપિયા 1,80,81,238ની ઉચાપત કરી હતી.
જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા કરાયેલા ઓડિટમાં આ સમગ્ર કૌભાડનો પર્દાફાસ થયો હતો. આ અંગે ડીસા તાલુકા સંઘના મેનેજર ઇશ્વરભાઇ લીલાભાઇ દેસાઇએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પૂર્વ ચેરમેન સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ ચેરમેન દશરથભાઈની કૌભાંડની કાળાકાંડી
> વર્ષ 2016-17માં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓનો રૂપિયા 40,24,041નો જથ્થો બગડી ગયો હોવાનો બતાવી વેચાણ ન કર્યું.
> 1/04/2020 થી તા. 8/9/2020 સુધીમાં ઓફિસ અને શાખાઓમાં રૂપિયા 1,24,86,486નો માલ વેચાણ બતાવી મંડળીમાં લ્હેણામાં બતાવ્યો તેમજ રૂ. 7,78,710નો સ્ટોક લાયસન્સ ધરાવતી ન હોય તેમજ કંજયુમર શાખામાં વેચાણ કરી મંડળીમાં આ સ્ટોક લ્હેણામાં બતાવ્યો. જેમાં કેટલીક મંડળીના હોદ્દેદારો,સગા તેમજ એક જ જ્ઞાતિના વ્યકિતને ફાયદો કરાવવાનો હેતુ.
> સંઘ દ્વારા દુકાન નં.1થી 7,12, અને 15 થી 18ની દુકાનોની જાહેર હરાજીમાં અપસેટ કિંમત કરતાં વધુ રકમ ઉપજી હતી.દુકાન નં. 8 થી 14 દુકાન જેની અપસેટ કિંમત 10,00,000 હતી. તે જાહેર હરાજીથી વેચાણ થયેલી નથી.તેવું દર્શાવી પાછળથી મળતીયાઓને બંધ ભાવથી આપી દીધી
> વર્ષ 2018માં મગફળીની 400 બોરી ગોડાઉનમાં ન મોકલી ખરીદીમાં ઘટ બતાવી રૂપિયા 6,44,000 સંઘના ફંડમાંથી ચૂકવ્યા
> કોમ્પ્યુટર કલાર્કની પ્રક્રિયા કર્યા સિવાય માર્ચ 2020 થી જુલાઇ 2020 દરમિયાન માસિક રૂપિયા 30,000 ચૂકવ્યા
> માર્ચ 2020 થી જુલાઇ 2020 સુધી ભાડાની રકમ રૂપિયા 1,48,000 કમિટીમાં મંજુર કર્યા સિવાય મનસ્વી રીતે ચૂકવી પોતે જાતે મેળવી અંગત ઉપયોગમાં વાપરી
> 15/82020 થી 5/9/2020 સુધી અગલ અલગ વ્યકિતઓના નામે ચેકથી ચૂકવણું કર્યા સિવાય મોટી રકમનો વ્યવહાર બતાવી નાણાંકીય કૌભાંડ આચર્યુ
From – Banaskantha Update