થરાદ-ડીસા હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો : બાઇક ચાલકનું મોત, કાર ચાલક ફરાર

- Advertisement -
Share

થરાદ-ડીસા હાઇવે પર હરિપુર પાટીયા નજીક ગુરૂવારે સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અકસ્માતના કારણે ટ્રાફીકના દૃશ્યો સર્જાયા હતા. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

આ અકસ્માતની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતો બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે થરાદ-ડીસા હાઇવે પર હરિપુર પાટીયા નજીક સ્વીફ્ટ કારના ચાલકે બાઇક ચાલકને ધડાકાભેર ટક્કર મારતાં નીચે પટકાયો હતો. જેથી બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને અકસ્માતના પગલે ટ્રાફીકના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થરાદ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

[google_ad]

 

યુવકના મોતના સમાચાર પરિવાજનોમાં થતાં કાલિમા પ્રસરી ગઇ હતી. જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સ્વીફ્ટ કારનો ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. આ અંગે થરાદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!