બનાસકાંઠાની સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડવાની માંગને લઇને ડીસાના ભીલડીમાં ખેડૂતોનું આંદોલનનું રણશિંગુ ફૂંકાયું

- Advertisement -
Share

અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરીમાં ધરણાં યોજાશે

 

બનાસકાંઠા જીલ્લામાં ફરી એકવાર ખેડૂતો સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ગુરુવારે એકવાર ફરી ડીસાના ભીલડીમાં આવેલ રામવાસમાં આંદોલનનું રણશિંગુ ફૂંકાયું છે. અખાત્રીજના દિવસથી જ ખેડૂતો મોટી સંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરીમાં ધરણાં યોજાશે.

બનાસકાંઠા જીલ્લામાં ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ બનાસકાંઠા જીલ્લામાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. ત્યારે ચાલુ સાલે અગાઉ પણ ખેડૂતો પાણીની માંગને લઇને આંદોલન છેડાયું હતું.

પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને પાણી છોડવાની માંગ સ્વીકારી અને 10 દિવસ માટે પાણી આપવાની વાત કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી. સરકાર દ્વારા સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં 10 દિવસ માટે પાણી છોડવાની વાત કરાઇ હતી.

અને માત્ર 8 દિવસ માટે જ સરકાર દ્વારા સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડાયું હતું અને પછી બંધ થઇ જતાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

ત્યારે ગુરૂવારે ડીસાના ભીલડીમાં આવેલ રામવાસમાં ખેડૂતો એકત્ર થઇને ફરી બનાસકાંઠા જીલ્લામાં પાણી લઇને આંદોલનનું રણશિંગુ ફૂંકાયું હતું. અખાત્રીજના દિવસથી જ ખેડૂતો દિયોદરની પ્રાંત કચેરીમાં ધરણાં યોજી પાણીને લઇને આંદોલન શરૂ કરવામાં આવશે.

જ્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે,’સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી ન અપાય તો આગામી સમયમાં આવનારી ચૂંટણીની ખેડૂતો સંપૂર્ણપણે બહીષ્કારની ચિમકી ઉચ્ચારી હતી.’

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ‘બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોની પાણીની માંગ સરકાર સ્વીકારે છે કે, કેમ તે તો આવનારો સમય બતાવશે.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!