ડીસાના સાહિત્યકારને રાજયમાં પ્રથમ એવોર્ડ અપાયો

- Advertisement -
Share

ગુજરાત રાજય સાહિત્ય અકાદમી દ્વારા ડીસાના સાહિત્યકાર કનુભાઇ આચાર્ય ની કૃતિ “ઝાડવાં ફળ નથી ખાતાં રે” ને રાજયમાં પ્રથમ નંબરનું સ્થાન મળતાં 11 હજારનો રોકડ પુરસ્કાર મળ્યો હતો.

[google_ad]

 

ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને બનાસકાંઠાના કોહિનૂર એવા કનુભાઈ આચાર્ય રાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલના હસ્તે પણ સન્માનિત થઈ ચૂકયા છે. તેમજ અનેક સંસ્થાઓ દ્રારા પણ તેમના સાહિત્ય ખેડાણને હોંશે હોંશે પોંખવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા નાટયક્ષેત્રની તેમની કૃતિ “ઝાડવાં ફળ નથી ખાતાં રે” ને પ્રથમ ઈનામ જાહેર થતાં સૌ સાહિત્યકારોએ રાજીપો વ્યકત કર્યો છે.

 

આ એવોર્ડ થકી કનુભાઈ આચાર્યને રૂ. 11 હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ અને બનાસ સાહિત્ય કલા સંઘના સર્વ ભગવાનભાઈ બંધુ, તરૂણભાઇ શેઠ, ડો.સૂરેન્દ્રભાઇ ગુપ્તા, મુસાફિર પાલનપુરી, ચેતનભાઈ જોષી, ડો.બાબુભાઈ પટેલ, પરમાનંદભાઈ શર્મા, પ્રવિણભાઈ નાઈ(રતનગઢ), નટુભાઈ વ્યાસ, નાથાલાલ ખત્રી, જયંતિભાઈ ઓઢાવાળા, તગજીભાઈ બારોટ, ચંદુભાઈ એ.ટી.ડી સહિત સૌએ અત્યંત રાજીપો વ્યકત કરીને બનાસકાંઠાનું ગૌરવ વધારવા બદલ કનુભાઈ આચાર્યને અભિનંદન પાઠવ્યા હતાં. આગામી દિવસોમાં પરમ વંદનીય પૂજનીય સદગુરૂદેવ આનંદમૂર્તિજી મહારાજની દિવ્ય નિશ્રામાં એમનું સન્માન પણ થનાર છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!