ડીસા શહેરમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થતા કોંગ્રેસે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

- Advertisement -
Share

ડીસા નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ગત વખતે ડીસા નગરપાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે હવે ભાજપ પાસેથી સત્તા આંચકી લેવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દેવું છે.

 

 

આજે ડીસા શહેરમાં કોંગ્રેસે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા ચૂંટણી પ્રભારી નરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રાવ, ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પી.પી ભરતીય, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ સહિત કોંગ્રેસના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ આગેવાનોએ ભાજપ દ્વારા થયેલ ડીસા શહેરને નુકસાનની વાત કરી હતી જેમાં ડીસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બગીચો અત્યારે ભાજપના જ આંતરિક વિખવાદના કારણે ખંડેર હાલતમાં બની ગયો છે આ સિવાય ડીસા નગરપાલિકામાં આવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટનો પણ કોઈ હિસાબ નથી અને અણઘડ વહીવટના કારણે આજે પણ ગામના લોકો રોડ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ પરેશાન થઈ ગયા છે જેના કારણે આ વખતે લોકો કોંગ્રેસનએ બહુમતિ જીતાડશે અને સુશાસન લાવશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!