ડીસામાં અગાઉ 5 દિવસનાં બંધનું પરિણામ ન મળતાં વધુ 10 દિવસ સ્વયંભૂ બંધ અપાયું

- Advertisement -
Share

ડીસામાં 5 દીવસના બંધ બાદ મંગળ, બુધ અને ગુરવારે બજાર ખુલ્લા રહેશે, જોવાનું રહ્યું કે અગાઉના 5 દીવાના બંધ અને આગામી 10 દિવસ બંધ રાખવાના નિર્ણય દરમિયાન આ 3 દિવસોમાં બજારોમાં ભીડ ભેગી નહિ થાય અને જો ભીડ ભેગી થશે તો સોસિયલ ડિસ્ટન્સનાં ઉડશે ધજાગરા તો તેનાથી વધુ સંક્રમણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.

 

 

 

એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર મિટિંગમાં માસ્ક દાઢીએ પહેરલા નજરે ચડ્યા, તો શું તંત્ર ચીફ ઓફિસરને દંડ કરશે ખરા : ચર્ચાનો વિષય talk of the town..!

 

 

 

જયારે આજે યોજાયેલ આ ડીસા નગરપાલિકાના બેઠક હોલની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો.

 

 

 

 

ડીસાના વેપારીઓના એસોસિએશનને નગરપાલિકા હોલમાં અધિકારી અને નેતાઓની બેઠક કરી ફરી એકવાર સ્વેચ્છિક લોકડાઉન જાહેર કર્યું, જોવાનું રહ્યું કે શુક્રવારથી 10 દિવસના બંધ બાદ શું પરિણામ નીકળે છે…

 

 

 

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થતાં બનાસકાંઠામાં વેપારીઓ સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે ડીસામાં કેટલાક વેપારી એસોસીએશનની નગરપાલિકા ખાતે બેઠક મળી હતી.

 

 

 

જેમાં શુક્રવાર (તા.30/04/2021) સવારથી અગામી 10 દિવસ સુધી સ્વેચ્છિક લોકડાઉન વેપારીઓ અને અધિકારીઓની બેઠકમાં જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ બાબતે ગામના કેટલાક વેપારીઓ બંધનાં નિર્ણયથી નારાજ હોવા છતાં ડરનાં માર્યા મોંન પાળ્યું હતું.

 

 

 

સમગ્ર ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પાલનપુર તેમજ ડીસા ખાતે કોરોના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

 

 

 

વેપારી એસોસીએશન સ્વેચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. જોકે અગાઉના 5 દિવસના લોકડાઉનમાં નક્કર પરિણામ મળ્યું નથી તેમાં છતાં શુક્રવારથી વધુ 10 દિવસ માટે સોમવારે ડીસા ખાતે પણ કેટલાક વેપારી એસોસીએશનની ડીસા નગરપાલિકા ખાતે ડીસાના ધારાસભ્ય તેમજ પોલીસ અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખની હાજરીમાં તમામ વેપારી એસોસિયેશનની બેઠકમાં નક્કી કર્યું.

 

 

 

જેમાં કેટલાક વેપારી એસોસિયેશને સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. તો કેટલાક વેપારીઓ નારાજ હોવા છતાં જાહેરમાં ના બોલી શકવાના કારણે સહન કરે છે. જેમાં મંગળ, બુધ અને ગુરુવાર બજારો ખુલ્લા રહેશે તો શુક્રવારે સવારથી 10 દિવસ સુધી સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.

 

 

 

 

પાલનપુરમાં 2 મે સુધી વેપારી મંડળો દ્વારા સ્વયંભૂ બંધનો નિર્ણય લેવાયો. તો ધાનેરમાં વધુ 4 દિવસ બંધનાં રાખવાના અહેવાલ મળી રહ્યા છે જોકે હજુ અન્ય નગરપાલિકા વિસ્તરમાં પણ મુદત પહેલા સ્વયંભૂ બંધની મુદત વધી શકે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!