થરાદમાં ચેઇન સ્નેચીંગના ગુનાનો રીઢો ગુનેગાર ઝડપાયો

- Advertisement -
Share

બનાસકાંઠાના થરાદમાંથી પોલીસે ચેઇન સ્નેચિંગ કરતા રીઢા ગુનેગારને ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી અડધા તોલાના સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં છેલ્લા ઘણા સમયથી ચેઇન સ્નેચિંગ કચ્છની ઘટનાઓમાં વધારો થયો છે. જેથી પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં થરાદ પોલીસ ગઈકાલે હનુમાન ગોળાઈ પાસે પેટ્રોલિંગમાં હતી. તે સમયે બે દિવસ અગાઉ થરાદમાં થયેલા ચેઇન સ્નેચિંગનો આરોપી દેખાતા તેની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરતા તેની પાસેથી સોનાનો અડધા તોલાનું પેન્ડલ મળી આવ્યું હતું.

[google_ad]

Advt

 

પોલીસે આરોપી ચંદનભાઈ ઉર્ફે પિન્ટુ દશરથભાઇ વજીરની કડક પૂછપરછ કરતા બે દિવસ અગાઉ તેણે ચેન સ્નેચિંગ કરી હોવાનો ગુનો કબૂલ્યો હતો. જેથી પોલીસે રૂ. 15 હજારના સોનાના દાગીના જપ્ત કરી આરોપીઓની અટકાયત કરી હતી અને આ આરોપીએ આ સિવાય કેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કર્યા છે અને કેટલા ગુનામાં સંડોવાયેલો છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!