ધાનેરા પોલીસે ચેકપોસ્ટથી પાલનપુર અને અંકલેશ્વરથી ચોરાયેલી બે ઇકો ગાડી સાથે એક શખ્સ ઝડપાયો : એક શખ્સ ફરાર

- Advertisement -
Share

 

ધાનેરા પોલીસની ટીમ વાસણ બોર્ડર ઉપર વાહન ચેકીંગમાં હતી. ત્યારે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન અને અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનની હદમાંથી ગયેલી બે ઇકો ગાડી સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. ત્યારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગના પૂજા યાદવ દ્વારા વાહન અને મિલ્કત ચોરી સબંધી ગુના શોધી કાઢવા માટે સુચના કરતાં ધાનેરા પી.આઇ. બી.વી.પટેલ સહીત પોલીસ સ્ટાફ વાસણ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

 

ત્યારે ધાનેરાથી રાણીવાડા તરફથી ઇકો ગાડી આવતાં ઇકો ગાડી નં. GJ-08-BH-2421 ને ઉભી રખાવી ગાડીના કાગળો બાબતે પૂછતાં તેણે સંતોષકારક જવાબ ન આપતાં સોફ્ટવેરમાં ચેક કરતાં તે ગાડી બીજાના નામે હોવાનું જાણવા મળતાં ગાડીના ચાલક રાજુરામ બાબુલાલ જાટ (બેનીવાલા) (ઉં.વ.21, ધંધો-ડ્રાઇવીંગ, રહે. અહોનીયોણો કી ઢાંણી, માધાસર, તા.બાયતુ, જી. બાડમેર-રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો

 

અને આ તપાસ ચાલુ હતી તે દરમિયાન એક બીજી ઇકો ગાડી નં. GJ-16-CH-2995 ને ઉભી રખાવી ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મોહનલાલ શોભારામ જાટ (ચારણ) (રહે.ચીમનજી બાયતુ, તા.બાયતુ, જી.બાડમેર-રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

 

ગાડીના કાગળો માંગતા તે કાગળો કાઢવાનું બહાનું કરીને પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો. જેથી પોલીસે બે ઇકો ગાડી સાથે એક શખ્સને જેલના હવાલે કર્યો હતો.

 

આ બાબતે વધુ તપાસ કરતાં આ ગાડીઓ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન અને અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ બાબતે ધાનેરા પોલીસે આ બંને પોલીસ મથકોને જાણ કરી હતી. જ્યારે ભાગી ગયેલા શખ્સની પણ શોધખોળ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!