એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : વન વિભાગના આર.એફ.ઓ. લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

લાકડાના વેપારીને અભિપ્રાય આપવા લાંચ માગી હતી : ખામરની ગામઠી હોટલ પર એ.સી.બી. એ છટકું ગોઠવ્યું

 

રાજપીપલા વડીયા પેલેસમાં નાયબ વન સંરક્ષકની કચેરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર વર્ગ-3, નર્મદા વન વિભાગ, રાજપીપલામાં ફરજ બજાવતા પરેશભાઇ ડાહ્યાભાઇ પટેલ અને અને બીજો લાકડાનો છૂટક ધંધો
(ખાનગી વ્યક્તિ) નિશાર રસુલ મેર બંને ખ્માર ચોકડી નજીક ગામઠી ધાબા હોટલમાં મંગળવારે એક લાકડાના વેપારીએ લાંચની રકમ રૂ. 30,000 આપ્યા હતા.

 

મદદનીશ નિયામક એ.સી.બી. વડોદરા એકમ, પી.એચ.ભેસાણીયાના સુપરવિઝનમાં ભરૂચ એ.સી.બી. પી.આઇ. એસ.વી.વસાવા અને ટીમ દ્વારા વોચ ગોઠવી હતી અને જેમાં આ આર.એફ.ઓ. અને અન્ય ખાનગી શખ્સ ઝડપાઇ ગયો હતો.

 

મળતી વિગતો મુજબ, એક લાકડાનો વેપારી લાકડા કાપવાનો કોન્ટ્રાક્ટ રાખી જૂદા-જૂદા જીલ્લાઓમાં સરકારી જમીનો જંગલ વિસ્તારમાં લાકડા કાપવાની કામગીરી કરતાં હોય તેઓએ નાયબ વન સંરક્ષકની કચેરી નર્મદા વન વિભાગ, રાજપીપલામાં અરજી કરી હતી.

 

અને તે અરજીને લગત સર્વે કરી તુમાર બનાવી આગળ મોકલવા માટે આર.એફ.ઓ. પરેશભાઇ પટેલે સ્થળ પર જઇ સર્વે કરી અભિપ્રાય તૈયાર કરી તેઓની ઉપલી કચેરીમાં મોકલવા માટે એક અભિપ્રાય દીઠ રૂ. 15,000 લેખે 2 અભિપ્રાયના રૂ. 30,000 ની લાંચની માંગણી કરી હતી.

 

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આર.એફ.ઓ. પરેશભાઇ પટેલ અને ખાનગી એક શખ્સ લાકડાનો
વેપારી બંનેને એ.સી.બી. પોલીસે ઝડપી લેતાં નાણાં સ્વીકાર્યા અંગેની જાણ કરતાં બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ માંગી સ્વીકારી ઝડપાઇ ગયા હતા. જે બાબતે એ.સી.બી.એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!