દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના ખેડૂતના ઘરમાં આગ લાગવાથી ઘરવરી બળીને ખાખ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાનીભાખર ગામના વાઘેલા પ્રધાનસિંહ હાથુસિંહ જે પોતાના પરિવાર સાથે ખેતરમાં રહે છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે જેઓ રાત્રી દરમિયાન પોતાના છાપરામાં અજવાળું કરવા દીવો પ્રગટાવી ખેતરમાં આંટો મારવા ગયેલ હતા ત્યાર બાદ દીવાની આગ છાપરા ને અડતા આગ બેકાબુ થયેલ અને આખુ છાપરું બળી ખાખ થઈ ગયું હતું.

 

 

જેમાં કપડાં, ગાદલા, ઘાટલા, અનાજની પાંચ બોરી તેમજ એમના પત્નીના દાગીના એમાં સોનાની એક લોકેટ, ચાંદીના પાયલ અને 13,000 જેટલી રોકડ રકમ જે ખેતી માટે ઉછીના લાવેલ હતા.

 

 

તેથી ખેડૂતની ઘરવખરી ખાખ થઇ જતા આફત આવી પડી ત્યારે આજુબાજુના તમામ વ્યક્તિઓ દોડી આવ્યા પણ આગ બેકાબુ બની ગઈ હતી અને પુરી ઘરવખરી બળીને ખાખ થઇ ગયી હતી.

 

 

આ જાણ ગામના સરપંચ તેમજ તલાટીને કરતા કોઈ ફરક્યા પણ નથી એવુ ખેડૂત તેમજ આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સરકારને રજુઆત કરવામાં આવે છે કે આ ખેડૂત પરિવારને મદદ રૂપ બને.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!