પાલનપુર જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ ખાતે કોવિડ-19 રસીકરણ કેમ્પ યોજાયો

- Advertisement -
Share

કોરોનાને હરાવવા દરેક નાગરિકોએ વેક્સિન લેવી જરૂરી છે. રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશમાં લોકો રસી મુકાવી રહ્યાં છે. જેમાં બનાસકાંઠાના આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા યુધ્ધ ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

[google_ad]

 

બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓમાં 140થી વધુ સેન્ટરો પર આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સ્થળો પર જઇને નાગરિકો કોરોના રસી લઇ પોતાની જાત અને પરિવારને કોરોના વાયરસથી સુરક્ષિત કરી રહ્યાં છે.

[google_ad]

 

કોરોના સામેનો જંગ જીતવા અને કોરોનાને દેશવટો આપવા દરેક નાગરિકોએ રસી મુકાવવી અનિવાર્યપણે ખૂબ જ જરૂરી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટેનો એકમાત્ર અકસીર ઉપાય રસીકરણ જ છે.

 

[google_ad]

 

પાલનપુર જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ ખાતે એન.એસ.એસ યુનિટ અને બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 રસીકરણ અભિયાન અતર્ગત પ્રથમ ડોઝ વેક્સિન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

[google_ad]

 

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લઈ ઉત્સાહ પૂર્વક રસી મુકાવી હતી. આ કાર્યક્રમનું આયોજન પાલનપુર જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસના પ્રિન્સિપાલ ડૉ. એસ. જી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન. એસ. એસના પોગ્રામ ઓફિસર ડૉ. મનીષભાઈ રાવલ તથા ડૉ.ભારતીબેન રાવત કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!