ડીસાની કચ્છી કોલોમાં આધેડએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર

- Advertisement -
Share

ડીસામાં કચ્છી કોલોની વિસ્તારમાં પ્રજાપતિ વાડીની સામે આવેલ શોપિંગના ભડાના મકાનમાં રહેતા એક આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધ પાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે બે દિવસ પહેલા ડીસાના શ્રીનગર સોસાયટીમાં પણ એક પરપ્રાંતિય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

[google_ad]

[google_ad]

ત્યારે આજે ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સમાજની વાડીના સામે આવેલ શોપિંગમાં મનસુખલાલ મોરૂમલ ઠકકર નામના 55 ઉંમરના આધેડ એકલા ભાડાના મકાનમાં રહેતા હતા તેમજ શોપિંગની બાજુમાં આવેલ હનુમાન દાદાના મંદિર પાસે શાકભાજીનો વેપાર કરી ગુજરાન ચલાવતા હતા.

[google_ad]

[google_ad]

તેમણે આજરોજ સવારે તેમના ભાડાના મકાનમાં અગમ્ય કારણોસર રસ્સા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આજુબાજુના લોકોને ઘટનાની જાણ થતા પરિવારજનોનો સંપર્ક કરી ડીસા દક્ષિણ પોલીસને જાણ કરી હતી.

 

Advt

 

[google_ad]

બનાવના પગલે ડીસા દક્ષિણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૂળ અટક હસમુખલાલ ઠક્કરની લાશને સિવિલમાં પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!