ડીસામાં બેન્કમાં જતી વખતે ખેડૂત પાસેથી 1.60 લાખની મત્તાની લુંટ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લૂંટ ચોરી અને ચિલ ઝડપની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો અને ખેડૂતો સાથે આવી ઘટનાઓ બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

[Google_ad]

ત્યારે ડીસા શહેરની યુનિયન બેંક પાસે વડાવળ ગામના મહાદેવપુરા ખાતે રહેતા ખેડૂત કાંતિજી રામાજી ગેલોત પાક વીમાની રકમ 1.60 લાખ રૂપિયા ભરવા માટે આવ્યા હતા. તે દરમિયાન એક ગઠિયો બાઈકની પાછળ લગાવેલી બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. બેગમાં રહેલા 1.60 લાખ રૂપિયા અને કેટલાક ડોક્યુમેન્ટ લઈને ફરાર થઈ જતા ખેડૂત હતભ્રત થઈ ગયો હતો.

[Google_ad]

[Google_ad]

ડીસા શહેરમાં ચીલઝડપનાની ઘટના બની હોવાની પોલીસને જાણ થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી અને ગઠીયાની શોઘ ખોળ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી ફૂટેજ બહાર આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ખેડૂત દ્વારા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપી છે ત્યારે ઝડપથી ગઠીયાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!