ડીસાના કુંપટ ગામનો ઠાકોર યુવક ગુમ થતા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ

- Advertisement -
Share

ડીસા તાલુકાના કુંપટ ગામનો 17 વર્ષીય યુવક ઘરેથી મિત્રને મળવા જવાનું કહી ગયા બાદ પરત ઘરે ન ફરતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.

[google_ad]

 

આ અંગેની વિગત જોઇએ તો, ડીસા તાલુકાના કુંપટ ગામે રહેતાં સદુભા સગુજી વાઘેલા (ઠાકોર)નો 17 વર્ષીય દિકરો જહુભા ગત તા.30 જુનના સવારે નવ વાગે તેના મિત્રને મળવા જવુ છે તેમ કહિં ઘરેથી નિકળ્યો હતો.

[google_ad]

 

 

જ્યારે મોડે સુધી પરત ઘરે ન આવતાં તેના મોબાઇલ ઉપર ફોન કરતાં ફોન બંધ આવેલ જેથી સદુભાએ તેના મિત્રને ફોન કરી પુછતાં જહુભા તેની જોડે આવેલ નથી તેવું જાણવા મળેલ જેથી તેમનો દિકરો જહુભા ગુમ થયા અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!