એક વિધવા મહિલાને ચાર રસ્તા પર ઝાડ સાથે બાંધી કપડાં ફાડ્યા : બે બાળકોની માતા સાથે અત્યાચાર

- Advertisement -
Share

તાજેતરમાં મહિલાઓ સાથે અત્યાચારની ઘટના છાસવારે આવતી રહે છે. ત્યારે વધુએ ઘટના ઝારખંડના ગિરિડીહ જીલ્લામાં સરિયા પ્રખંડના છોટકી સરિયા ગામમાં સામે આવી છે. આ શરમજનક ઘટનામાં એક મહિલાને ચાર રસ્તા ઉપર ઝાડ સાથે બાંધીને તેમનું ચીરહરણ કર્યા બાદ જીવતી સળગાવીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાને બચાવી લીધી હતી. આ ઘટના એક મહિના જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

[google_ad]

મળતી માહિતી પ્રમાણે પીડિતાએ પોતાના સાસરીયાઓના અને આસપાસના લોકો ઉપર આરોપ લગાવ્યો છે કે લોકો તેને સાસરીથી બેદખલ કરવા માંગે છે. પીડિતા વિધવા છે અને તેના બે બાળકો છે. પીડિતા પ્રમાણે તેઓ ઘરમાં ઊંઘી રહી હતી. આ સમયે સાસરીના લોકો અને આસપાસના લોકો લાકડી ડંડા લઈને ધસી આવ્યા છે. અને જબદસ્તીથી ઘરમાં ઘુસી અને ઢસડીને ચોકમાં લઈને આવ્યા હતા.

[google_ad]

જ્યાં લોકોએ પીડિતાને ઝાડ સાથે બાંધીને કપડા ફાડી નાંખ્યા હતા. બે કલાક સુધી મહિલા આજીજી કરતી રહી, બાળકો રડતા રહ્યાં પરંતુ કોઈ બચાવવા માટે સામે આવ્યું નહીં. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પીડિતાને ભીડથી છોડાવી હતી. પીડિતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાને લઈને પોલીસ ઉપર નારાજગી વ્યક્ત કરી હતી.

[google_ad]

Advt

 

આ મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ આ મામલામાં તપાસ કરવામાં લાગી છે. કેસ નોંધાયા બાદ બધા આરોપી ફરાર થયા છે. બીજી તરફ પોલીસ પણ આ અંગે મૌન ધારણ કર્યું છે. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ ઘટના સામે આવી છે

[google_ad]

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છોટાઉદેપુરમાં પ્રેમ કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો હતો. પ્રેમ બાદ એકબીજાનું ઘર છોડીને ભાગી ગયેલા એક યુગલને પકડીને માર મારવામાં આવ્યો હતો. યુવક અને યુવતીને પકડીને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેને લાકડીથી ફટકારવામાં આવ્યા હતા.

[google_ad]

આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામ ખાતે ગઈકાલે આ બનાવ બન્યો હતો. આ માલે રંગપુર પોલીસ મથક ખાતે 9 લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ કેસમાં ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!