દાંતામાં સુખડીમાં આંગણવાડી મહિલા કાર્યકરોનો હોબાળો : નાયબ નિયામક ટિમ તપાસ માટે દોડી આવી

- Advertisement -
Share

દાંતા આંગણવાડી ઘટક એક અને બેમાં છેલ્લા 11 માસથી કાર્યકરોને ચૂકવણું કરવામાં આવ્યું નથી. જેને લઇ ત્રસ્ત આંગણવાડી કાર્યકરોએ ગુરૂવારે દાંતા આઇ.સી.ડી.એસ. ખાતે આવેદનપત્ર આપવા સાથે વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડાને પણ રજૂઆત કરી હતી. એટલું જ નહી દાંતાની કચેરીમાં ટકાવારી લેવાતી હોવાના આક્ષેપ સાથે બીલ નહી મળે તો સુખડી બંધ અને ભૂખ હડતાળની પણ ચિમકી ઉચ્ચારી હતી.

[google_ad]

 

જ્યારે શુક્રવારે ગાંધીનગરથી વિભાગીય નાયબ નિયામક ટીમ સાથે તપાસ અર્થે આવ્યા હતા. જેમાં દાંતા આઇ.સી.ડી.એસ. માં તપાસ શરૂ કરી દેવાઇ છે. જોકે, સુખડી પ્રકરણમાં જીલ્લામાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આઇ. સી. ડી. એસ. શાખામાં અનેક કૌભાંડોની આશંકાઓ સેવાઇ રહી છે. સી.ડી.પી.ઓ. પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. જોકે, તમામ અધિકારીઓ તટસ્થ રીતે તપાસ કરે ભ્રષ્ટાચાર કેટલો આચર્યો છે તે મોટું રહસ્ય બહાર આવી શકે તેમ છે.

[google_ad]

 

આ અંગે આંગણવાડી કાર્યકર બહેનોએ જણાવ્યું હતું કે, ‘તમામ આંગણવાડી કાર્યકરોને ઓગસ્ટ-2020થી જૂન-2021ના સુખડીના બીલો આજદિન સુધી મળ્યા નથી. જેને લઇ તમામ બહેનો તા. 1 જુલાઇ-2021થી સુખડી બનાવશે નહી અને આ કારણસર આંગણવાડીના સ્ટોક ઘઉં અને તેલનો જથ્થો બગડશે તો આંગણવાડી કાર્યકરની કોઇ જવાબદારી રહેશે નહીં એટલું જ નહીં બાળકો લાભથી વંચિત રહેશે તો તમામ જવાબદારી આઇ.સી.ડી.એસ. અધિકારીની રહેશે તેમજ આ અંગે જો ન્યાય નહી મળે તો તા. 5 જુલાઇ-2021થી ભૂખ હડતાળ પર ઉતરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.’ જ્યારે આરોગ્ય સમિતિના ચેરમેન વર્શાબા બારડે જણાવ્યું હતું કે ‘સ્થાનિક કક્ષાએ ન્યાય નહીં મળે તો જીલ્લા કક્ષાએ રજૂઆત કરાશે.’

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!