બનાસકાંઠામાં સરકાર પાસેથી મગફળીમાં ટેકાના ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે ઉનાળુ મગફળી નું 22 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. પરંતુ સરકાર દ્વારા ઉનાળુ મગફળીની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ન કરવામાં આવતા બુધવારે ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એ સરકારનો વિરોધ કર્યો હતો અને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. તેમજ પોષણક્ષમ ભાવ મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી.

[google_ad]

 

ગુજરાતમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ડીસામાં થાય છે. જેમાં વર્ષમાં ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં મગફળીનુ વાવેતર થાય છે. ત્યારે આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જીલ્લામાં 22 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. જેથી મગફળીનો પાક લેવાનો શરૂ થતાં માર્કેટયાર્ડોમાં પણ નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે.બનાસકાંઠા જીલ્લામાં મગફળીનું 22 હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે.

[google_ad]

 

જેમાં ડીસા તાલુકામાં સૌથી વધુ 9308 હેકટર જમીનમાં વાવેતર થયેલ છે. આ ઉપરાંત વડગામમાં 4771 હેકટર, પાલનપુરમાં 3805 હેકટર, દાંતીવાડામાં 3096 હેકટર,અમીરગઢમાં 552 હેકટર,દાંતામાં 379 હેકટર ,લાખણીમાં 145 હેકટર,દિયોદરમાં 91 હેકટર, કાંકરેજમાં 68 હેકટર,ધાનેરામાં 49 હેકટર,અને ભાભરમાં 17 હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડનો માલની આવકમાં પ્રથમ નંબર આવે છે. જેમાં ડીસા માર્કેટયાર્ડમાં ચોમાસુ સિઝનમાં મગફળીની દૈનિક એક લાખથી વધુ બોરીઓ આવક થઈ હતી.જ્યારે ઉનાળુ સિઝનમાં અત્યારે 25 હજારથી વધુ બોરી ની આવક થતી હોય છે.

[google_ad]

 

 

આ વર્ષે જ્યારે મગફળી નીકળવાનો સમય થયો ત્યારે ડીસા સહિત બનાસકાંઠા જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે ક્યાંકને ક્યાંક ખેડૂતોને મગફળીના ઉત્પાદનમાં થોડું ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.જેમાં ખેડૂતોને મગફળીના પાકમાં ખર્ચની વાત કરવામાં આવેતો એક વિઘામાં રૂ.3700 નું બિયારણ, રૂ.1250 નું ડી.એ.પી ખાતર, રૂ.2000 સી ટ્રીટમેન્ટ, રૂ.1500 નિંદામણ નાશક દવા, રૂ.2000 ટ્રેક્ટર વાવણી ખર્ચ જ્યારે મગફળી નીકાળવાના સમયે રૂ.1000 મજૂરી, રૂ.1200 થ્રેસર કામ જેટલો ખર્ચ થાય છે જેની સામે ખેડૂતોને ઉનાળુ મગફળીમાં ભાવ મળતો નથી.

[google_ad]

 

જેથી આજે ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એકત્રિત થઈ સરકારનો વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતોને ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં નહીં આવે તો તેનું પરિણામ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો બતાવશે એવું જણાવ્યું હતું

[google_ad]

 

સરકાર દ્વારા ચોમાસુ મગફળી ખરીદી વખતે ખેડૂતો પાસેથી રૂ.1110 ટેકાનો ભાવ નક્કી કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને મગફળીમાં સારા ભાવ મળતાં ખેડૂતોને નફો તો હોય છે પરંતુ જ્યારે ઉનાળુ મગફળી વાવેતર કરી ખેડૂતો માર્કેટયાર્ડમાં વેચવા માટે આવે છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળી લેવામાં આવતી નથી જેના કારણે ખેડૂતોને માર્કેટયાર્ડમાં મગફળીના સારા ભાવ ના મળતા નુકસાન વેઠવાનો વારો આવે છે. એક તરફ સરકાર ખેડૂતોની ડબલ આવક કરવાની વાતો કરી રહી છે ત્યારે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખેતરોમાં પોતાના પાકને લઈ અને ઘણું નુકસાન વેઠી રહ્યા છે.

[google_ad]

 

 

ત્યારે હાલમાં ડીસા તાલુકાના ખેડૂતો ઉનાળુ મગફળી માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવે છે પરંતુ માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા તેમને રૂ.900 થી 1100 જેટલો જ ભાવ આપવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને મગફળીમાં નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી માંગ કરી હતી.

 

[google_ad]

ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા તાલુકામાં થયું છે. જેના કારણે હાલમાં માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ભરાવવા માટે આવી રહ્યા છે. ગત વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં 4.30 લાખ બોરીની આવક નોંધાઈ હતી. જેમાં ખેડૂતોને રૂ.830 થી 950 જેટલો ભાવ મળ્યો હતો. ત્યારે આ વર્ષે પણ ડીસા માર્કેટયાર્ડમાં ફરી એકવાર મગફળીની આવક શરૂ થઇ છે અને આ વર્ષે ખેડૂતોને પ્રતિ 20 કિલોએ ખેડૂતોને રૂ. 900 થી 1040 ભાવ મળી રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળી ખરીદવામાં ન આવતા ખેડૂતોએ બુધવારે આ અંગેની જાણ ડીસા માર્કેટયાર્ડ સંચાલક મંડળને કરી હતી જે બાબતે સંચાલક મંડળ દ્વારા સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી રજૂઆત કરવા માટે બાંહેધરી આપી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!