દિયોદરની બનાસ ડેરીના પ્લાન્ટનું પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યુ, હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી

- Advertisement -
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ બનાસકાંઠામાં દિયોદર ખાતે આવેલા સણાદર બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ વડાપ્રધાને ડેરીના 4 વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલા વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના પ્રવાસે છે. અહીં વડાપ્રધાને સણાદર બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ અહીં વડાપ્રધાને મહિલા પશુપાલકો સાથે સંવાદ પણ કર્યો હતો. આ પહેલા વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.

તો આજે બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, બનાસકાંઠામાં વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ તેમણે ડેરીના 4 અલગ અલગ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને બનાસ ડેરીના પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટ, બાયો સીએનજી સ્ટેશન અને પશુપાલકો માટે સેટ કરાયેલા રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતના બોર્ડર જિલ્લાઓનો વિકાસ કઈ રીતે થાય, ભારતની બોર્ડરને કઈ રીતે જીવંત બનાવાય. તેનું ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. કચ્છની સીમા પર રણોત્સવ સમગ્ર કચ્છની સરહદને ત્યાં વસતા ગામોને આર્થિક રીતે ધમધમતા કરી દીધા છે. જ્યારે હવે નડાબેટમાં સીમાદર્શનનો કાર્યક્રમ શરૂ થયો છે. તેના કારણે અમારા બનાસ અને પાટણ જિલ્લાની સરહદના છેવાડાના ગામો પણ પ્રવાસનના કારણે ગામડાઓ ધમધમતા થશે.

દૂરદૂર સુધીના લોકો માટે રોજગારીની અવસર ઊભી થશે. બનાસકાંઠામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, અહીંની માતાબહેનો પશુઓને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. એટલે હું તેમને નમન કરું છું. તેઓ પશુઓને સંતાન કરતા પણ વધારે સારી રીતે સાચવે છે. સાથે જ વડાપ્રધાને ગલબા કાકાને પણ યાદ કર્યા હતા.
બનાસકાંઠાની આ કો-ઓપરેટિવ મુવમેન્ટ સમગ્ર બનાસકાંઠાના ઉજ્જવળ ભવિષ્યનું ગતિશીલ કેન્દ્ર બની ગયું છે. છેલ્લા 7-8 વર્ષમાં ડેરીનો વિસ્તાર થયો છે. બનાસ ડેરી ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઓરિસ્સા, સોમનાથની ધરતીથી જગન્નાથની ધરતી સુધીના પશુપાલકોને વધુને વધુ લાભ આપી રહી છે.

આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ભારત છે. વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર દેશને દિશા બતાવવાનું કેન્દ્ર બની ગયું છે. હું ગઈ કાલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગયો ત્યારે હું પણ આ કેન્દ્રથી આકર્ષાઈ ગયો હતો. તે દરમિયાન મેં બાળકો સાથે પણ વાતચીત કરી હતી. આ કેન્દ્રને આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. વિવિધ રાજ્યના સંબંધિત મંત્રાલય પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની વ્યવસ્થાનો અભ્યાસ કરે.

બનાસ ડેરીના નવા સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, કાશીના સાંસદ તરીકે હું તમારો ઋણી છું. બટાકા અને દૂધનો કોઈ મેળ નથી તેમ છતાં બનાસ ડેરીએ બંનેને જોડી દીધા છે. ભારતને લોકલ ગ્લોબલ બનાવવાની દિશામાં આ મહત્વનું પગલું છે. બનાસકાંઠાના લોકોએ મહેનતથી પોતાનું નસીબ બદલ્યું છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાનો સંકલ્પ PM મોદીના માર્ગદર્શનમાં સાકાર થયો છે. ગુજરાતમાં સહકાર ક્ષેત્રની તાકાત ખૂબ જ પ્રભાવશાળી છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ કાર્યક્રમ છે. બનાસ ડેરી પણ આત્મનિર્ભર ભારતમાં પોતાનો ફાળો આપી રહી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!