ડીસામાં વધુ એક હત્યા: ક્રિકેટ રમવા બાબતે બાળકોના ઝઘડામાં 65 વર્ષીય વૃદ્ધાની હત્યા

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ક્રિકેટ રમવાની બાબતે બાળકો વચ્ચે ઝઘડો થતાં ચાર શખ્સોએ મહિલા પર ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં જ પોલીસે હત્યારા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડીસાના મીરા મોહલ્લા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ ક્રિકેટ રમવા બાબતે બાળકો વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો. બાદમાં બાળકોના ઝઘડાને લઈ તેમના પરિવારો વચ્ચે બાખડયા હતા અને ચાર શખ્સોએ નુરબાનુ જહુરહુસેન નામની 65 વર્ષીય વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી જઈ જીવલેણ હુમલો કર્યો હતો.
File Photo
પેટમાં લાતો મારવાના કારણે નુરબાનુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને તેમના પરિવારજનો અને આજુબાજુના લોકોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, પેટમાં ગંભીર ઇજા થઇ હોવાના કારણે સારવાર દરમિયાન નુરબાનુનું આજે કરુણ મોત નીપજયું હતું.
બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ હત્યારાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં છેલ્લા એક જ અઠવાડિયામાં હત્યાની આ ત્રીજી ઘટના છે. અગાઉ 20 રૂપિયા અને 500 રૂપિયા તેમજ આજે બાળકો વચ્ચે થયેલી બોલાચાલી જેવી સામાન્ય બાબતે હત્યાઓ થઈ રહી છે જે સમાજ માટે પણ લાલબત્તી સમાન કિસ્સાઓ છે. ત્યારે લોકોએ આવી નજીવી બાબતોમાં સમાધાન કરી ઉકેલ લાવવો જોઈએ જેથી આવા ગંભીર ગુન્હાઓને બનતા અટકાવી શકાય.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!