ડીસામાં પડતર માંગણીઓને લઇ આશા કાર્યકર બહેનોએ ચક્કાજામ કર્યો

- Advertisement -
Share

પડતર માંગણીઓને આશા કાર્યકર બહેનોનું આંદોલન યથાવત

 

રાજ્યના આરોગ્ય વિભાગમાં હેલ્થ કાર્યકરો તરીકે ફરજ બજાવતા આશા કાર્યકરો પોતાની પડતર માંગણી અને છેલ્લા કેટલાંક દિવસથી હડતાળ પર ઉતર્યાં છે.
ત્યારે ગુરુવારે ડીસામાં આશા કાર્યકરોએ રેલી યોજી ચક્કાજામ કરતાં 1 કલાક સુધી ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તર સુધી આરોગ્યની સેવાઓ લોકો સુધી પહોંચે તે માટે આરોગ્ય વિભાગમાં એક્રીડેટેડ સોશિયલ હેલ્થ એક્ટીવીસ્ટ (આશા) કાર્યકરોની નિમણૂંક કરી છે.
જોકે, છેલ્લા કેટલાંક સમયથી આશા કાર્યકરોને પૂરતું વેતન ન મળતાં અને તેઓની વિવિધ માંગને લઇ તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તેમની માંગણીનો કોઇ નિકાલ ન આવતાં કેટલાંક સમયથી વિવિધ સ્વરૂપે આંદોલન કરી રહ્યા છે.

ત્યારે ગુરુવારે ડીસામાં સરદાર બાગ આગળ આશા કાર્યકર બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઇ સરદાર બાગ આગળ ટ્રાફીકજામ રોકી ચક્કાજામ કર્યો હતો.
આશા કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતાં ડીસા ઉત્તર પી.આઇ. વી. એન. ચૌધરી અને ડીસા દક્ષિણ પી.આઇ. એસ. એ. ગોહીલ સહીત પોલીસ સ્ટાફ દોડી આવી અને આશા કાર્યકર બહેનોને ત્યાંથી
પોલીસ લાઇન સુધી લઇ જઇ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ દરમિયાન ભારે ટ્રાફીકજામ થઇ જતાં પોલીસને ટ્રાફીક પૂર્વવત કરતાં 1 કલાકનો સમય લાગ્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!