થરાદમાં લગ્ન પ્રસંગે ફટાકડાથી મંડપમાં આગ લાગતા ખેતરમાં લાગી આગ

- Advertisement -
Share

થરાદના શેણલ સોસાયટી નજીક આવેલ એક ખેતરમાં લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવાથી મંડપમાં આગ લાગી હતી. આગના કારણે રહેણાંક છાપરામાં રહેલ ઘરવખરી તેમજ મંડપ પણ બળીને ખાખ થઇ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. વરરાજાની જાન જોડવાની તૈયારીઓમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લામાં આજે બે અલગ-અલગ જગ્યાએ લગ્નના સમયમાં મંડપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે ડીસા ખાતે આવેલ માલગઢના હનુમાન નગર ખાતે લગ્નના સમયમાં આગ લાગતાં મંડપ સહિત ચોરી બળીને ખાખ થઇ ગઇ હતી.
ત્યારબાદ થરાદના શેણલ સોસાયટીની બાજુમાં આવેલ એક ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા છગનભાઈ કમાભાઈ ઠાકોર ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને આજરોજ તેમને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી તમામ ઘરના લોકો લગ્ન-પ્રસંગના ઉત્સાહમાં હતા. તે દરમિયાન ફટાકડા ફોડવાથી મંડપમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી.
મંડપમાં આગ લાગતા અફરાતફરી સર્જાયો હતો ઘરના તમામ લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મંડપ સહિત રહેણાંક છાપરામાં આગ પ્રસરી હતી જેમાં ઘરવખરી સહીત મંડપ બળીને ખાખ થઇ ગયું હતું.
આગ લાગવાથી મોટુ નુકશાન થવા પામ્યું હતું વરરાજાની જાન કરવાની તૈયારીઓમાં મંડપમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર ફાઈટર વિભાગને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ લાગવાથી ખેડૂતને મોટું નુકશાન થવા પામ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!