ડીસાના 3 ગામોની તરભેટે આવેલ ચેબલા તળાવ નર્મદાના નીરથી છલકાયું : ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી

- Advertisement -
Share

ડીસા તાલુકામાંથી પસાર થતી નર્મદાના પાણીની પાઇપલાઇનમાંથી તળાવો ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ, દામા અને ઢેઢાલ ગામની સીમમાં આવેલા ચેબલા તળાવ નર્મદા પાણીથી છલોછલ ભરવામાં આવતાં આજુબાજુના ખેડૂતો સહીત લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. આ પ્રસંગે અગ્રણીઓ, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તળાવમાં નર્મદા નીરના વધામણા કર્યાં હતા.

 

[google_ad]

 

 

વિચરતી જાતિ સમુદાય મંચના સંસ્થાપક મિત્તલબેન પટેલ અને આજુબાજુના ખેડૂતોના સહયોગથી તૈયાર થયેલા આ તળાવમાં નર્મદાના પાણીથી છલોછલ ભરાતાં ગતરોજ નર્મદાના પાણીના વધામણાં કરવાનું આયોજન કરાયું હતું. જેમાં વાલેર મઠના મહંત સુખદેવજી મહારાજ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી.

 

[google_ad]

આ પ્રસંગે ગુજરાત બક્ષી મોરચો પ્રદેશ અધ્યક્ષ એન.સી. માળી, વિચરતી જાતિ સમુદાય મંચ સંસ્થાપક મિત્તલબેન પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી ઇશ્વરભાઇ દેસાઇ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગિરીશભાઇ દેસાઇ, જીલ્લા સદસ્ય એન.સી. માળી, ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસીયેશન પ્રમુખ ફૂલચંદભાઇ કચ્છવા, બનાસકાંઠા કિસાન મોરચા પ્રમુખ કે.ટી. માળી, ગોવિંદપુરા દૂધ મંડળી ચેરમેન ગોવાભાઇ દેસાઇ, ડીસા તાલુકા સદસ્ય એન.ટી. માળી, દામા પૂર્વ સરપંચ નાગજીભાઇ દેસાઇ, જોરાપુરા સરપંચ પ્રકાશભાઇ ઠાકોર, ઢેઢાલ સરપંચ ભરતભાઇ દેસાઇ, ડાવસ સરપંચ અશોકભાઇ ગેલોત, વિરચંદજી ઠાકોર (જોરાપુરા), મફાભાઇ દેસાઇ (દામા), ખેતાજી માળી, અમરતભાઇ દેસાઇ (દામા) અને ગોવિંદપુરા દૂધ મંડળી મંત્રી પસાભાઇ દેસાઇ સહીતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પ્રકાશભાઇ માળીએ કર્યું હતું.

 

[google_ad]

 

આ અંગે વિચરતી જાતિ સમુદાય મંચના સંસ્થાપક મિત્તલબેન પટેલે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લાને પાણીદાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જેને લઇ આજ સુધી 135થી વધુ તળાવો ઉંડા કર્યાં છે અને 1.50 લાખ વધુ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કર્યો છે. તળાવને મોટું કરવા માટે પાંચ ખેતરના જમીનના માલિકોએ કબજાની જમીન છોડી આ તળાવની આજુબાજુ આવેલા પાંચ ખેડૂત ખાતેદારો મગનભાઇ દાંનાભાઇ ખટાણા, પ્રેમાજી ખેંગારજી માળી, સોમાજી કપુરજી માળી, લીલાભાઇ હરજીભાઇ દેવુ અને વિનોદભાઇ વાલાભાઇ દેવીપૂજકે પોતાના કબજાની જમીન છોડી આ તળાવની મોટું કરવા માટે મહત્વનું યોગદાન આપતાં અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી છે.’

[google_ad]

આ અંગે દામા પૂર્વ સરપંચ ઇશ્વરભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ‘વર્ષ 2014માં ચાંગાથી દાંતીવાડા સુધી નર્મદા પાઇપલાઇન નાખવામાં આવી રહી હતી. તે દરમિયાન દામા ગામના તત્કાલીન સરપંચે તળાવમાં પોઇન્ટ મૂકવા માટેની રજૂઆત કરતાં જે આજે કામે લાગી છે.’

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!