ડીસામાં સરગમ સોસાયટી રોડ, રસ્તાઓ અને ગટરની સુવિધાથી 20 વર્ષથી વંચિત : નગરપાલિકામાં રહીશો ધસી આવી માંગણીઓ પૂરી પાડવા માંગ કરી

- Advertisement -
Share

ડીસા શહેરમાં વિકાસના કામોની મોટી મોટી વાતો નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ડીસા શહેરમાં વોર્ડ નં. 7ના સરગમ સોસાયટી સહીત આજુબાજુની સોસાયટીમાં રહીશો છેલ્લા 20 વર્ષથી રોડ, રસ્તા, સાફ-સફાઇ અને ગટરની સુવિધા ન હોવાથી સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જો તાત્કાલીક ધોરણે સુવિધાઓ પૂરી પાડવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

 

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં નગરપાલિકાએ ભાજપ શાસિત નગરપાલિકા છે. છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં અનેક વિકાસના કાર્યો કર્યા છે. પરંતુ ક્યાંકને કયાંક અમુક વિસ્તારમાં વિકાસથી વંચિત છે. વોર્ડ નં. 7ના ચૂંટાયેલા સદસ્યો છેલ્લા 20 વર્ષથી વિકાસના કામોને લઇને માત્ર લોલીપોપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરી મત લઇને આ વિસ્તારમાં સદસ્યો ફરકતાં ન હોય તેવું દેખાઇ રહ્યું છે.

 

 

 

 

ડીસા શહેરમાં આવેલ વોર્ડ નં. 7 ખાતે આવેલ સરગમ સોસાયટી, સાંઇરામ બંગ્લોઝ, મંગલ પાર્ક, અનુરાગ સોસાયટી સહીતની આ તમામ સોસાયટીઓના રહીશો સોમવારે તૂટેલા-ફૂટેલા રોડ, રસ્તા, સાફ-સફાઇ અને ગટરની સુવિધા છેલ્લા 20 વર્ષથી ન હોવાથી તેને લઇને એકત્રિત થઇ આક્રમણ બન્યા હતા.

 

 

 

નગરપાલિકાના પ્રમુખ અને નવા ચૂંટાયેલા સદસ્યોને ઉગ્ર રજૂઆત કરાઇ હતી. અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ સુવિધા આપવામાં આવી નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે અનેક વાયદા આપવામાં આવે છે પરંતુ કંઇ થતું નથી. છેલ્લા 20 વર્ષથી આ સ્થાનિક રહીશો ત્રાહીમામ્‌ પોકારી ઉઠ્યા છે.

 

 

 

 

સોમવારે રોષે ભરાયેલા લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો નગરપાલિકા દ્વારા તાત્કાલીક ધોરણે સુવિધાઓ પૂરી પાડવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની અને ચૂંટણીનો બહીષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે, તાત્કાલીક અસરથી નવિન રોડ બનાવવાની કામગીરી અને સોસાયટીમાં સાફ-સફાઇ કરાવવા અલ્ટીમેન્ટ આપવામાં આવ્યું હતું. અગાઉના ચૂંટાયેલા સદસ્યો દ્વારા સરગમ સોસાયટીના રહીશો સાથે અન્યાય કરીને વિકાસના કામોથી વંચિત રાખવામાં આવ્યા છે.

 

 

 

આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર ડીસા શહેરની સોસાયટીના રોડ, રસ્તાઓ નવા બનાવવામાં આવી રહ્યા છે તો સરગમ સોસાયટીને બાકાત રાખીને ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે સોમવારે નવા ચૂંટાયેલા સભ્ય રવિભાઇ ઠક્કર પણ સરગમ સોસાયટીના રહીશો સાથે નવિન રોડ, રસ્તા અને સાફ-સફાઇ માટે નગરપાલિકામાં રજૂઆત કરવા માટે જાડાયા હતા.

 

 

 

પરંતુ સોસાયટીના રહીશો દ્વારા વિકાસના કામોને લઇને એકત્રિત થયા હતા અને નગરપાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલીક અસરથી સરગમ સોસાયટીમાં નવિન રોડ, રસ્તા અને કોમન પ્લોટમાં સાફ-સફાઇ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.’

 

 

 

આ અંગે રહીશોએ નવા ઉપપ્રમુખના વિસ્તારમાં વિકાસના કામને રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, ‘નગરપાલિકાના નવા ઉપપ્રમુખના વિસ્તારમાં વિકાસના કામોને લઇને સોમવારે સરગમ સોસાયટીના રહીશો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો. જ્યારે તૂટેલા-ફૂટેલા રોડ રસ્તા, ઉભરાતા ગટરના ગંદા પાણીથી સોસાયટીના રહીશો ત્રાહીમામ્‌ પોકારી ઉઠ્યા છે.’

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!