ડીસાના કાપરા પાસે ગાડી ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક સવાર યુવકનું મોત

- Advertisement -
Share

ડીસા થરાદ હાઇવે પર આવેલ કાપરા નજીક ગાડી ચાલકે એક બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા થરાદ હાઇવે પર આવેલ કાપરા પાસે એક ગાડી ચાલકે બાઈક પર સવાર ગામના આશાસ્પદ યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!