પાલનપુરમાં દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા વૃક્ષારોપણ કરાયું

- Advertisement -
Share

દાવતે ઈસ્લામી ઈન્ડિયાએ દેશને હરિયાળું બનાવવાની મુહિમ ઉપાડી – દાવતે ઈસ્લામી ઈન્ડિયાનો દેશમાં ૧ કરોડ ૨૦ લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ – “પૌધા લગાના હૈ…. દરખ્ત બનાના હૈ” દાવતે ઈસ્લામી ઈન્ડિયાનું સૂત્ર

[google_ad]

[google_ad]

વિશ્વભરમાં ઝડપથી બદલાતા પર્યાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બિનરાજકિય ધાર્મિક સંસ્થા દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ફૈઝાન ગ્લોબલ રિલીફ ફાઉન્ડેશન દ્વારા તારીખ ૧ જુલાઈથી ૭ જુલાઈ સુધી વૃક્ષારોપણ સપ્તાહ મનાવી દેશમાં ૧ કરોડ ૨૦ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પાલનપુરમાં ફઝલે માસુમ દરગાહ અને અંબર સોસાયટીમાં આવેલી ફૈઝાને હસ્નેન મસ્જિદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

[google_ad]

[google_ad]

દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ફૈઝાન ગ્લોબલ રિલીફ ફાઉન્ડેશન દ્વારા “પૌધા લગાના હૈ…. દરખ્ત બનાના હૈ” ના સૂત્ર સાથે દેશભરમાં વૃક્ષોની વાવણી કરવામાં આવી છે. દેશને હર્યોભર્યો કરવાની નેમ સાથે દાવતે ઈસ્લામી ઈન્ડિયાએ ગતવર્ષે પણ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીને તેનો ઉછેર કર્યો છે.

[google_ad]

[google_ad]

ફૈઝાને હસ્નેન મસ્જીદના ઈમામ ગુલામ હુસૈન કુરેશીએ જણાવ્યું કે પેડ પૌધા લગાવી તેની જાળવણી કરવી એ પૈગમ્બર મુંહમ્મદ ના માર્ગ ઉપર ચાલી સુન્નત અમલ કરવાની પણ નેકી છે. તેમણે કહ્યું કે દાવતે ઈસ્લામી ઈન્ડિયા દેશભરમાં માનવતા અને ભલાઈના કાર્યો કરી રહી છે. અને આગામી દિવસોમાં પણ સંસ્થા તેવા દરેક સારા કામ કરશે જેમાં માનવતા અને સમાજની ભલાઈ હોય. નોંધનીય છે કે, દાવતે ઈસ્લામી ઈન્ડિયા સૂફીઝમ આધારિત ધાર્મિક સંસ્થા છે.

[google_ad]

[google_ad]

આ સંસ્થા ધાર્મિક પવૃત્તિ ઉપરાંત સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પણ લાંબા સમયથી કાર્ય કરી રહી છે, જેનો લાભ લાખો લોકો સુધી પહોંચી રહ્યો છે. પાલનપુર ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફૈઝાને હસ્નેન મસ્જીદના ઈમામ ગુલામ હુસૈન કુરેશી, સહાદતભાઈ અન્સારી,હાજી અલીમભાઈ, રોશનભાઈ, શબ્બીરભાઈ,પત્રકાર ઐયુબ પરમાર તેમજ મદ્રાસામાં દીની તાલીમ લેતા બાળકોએ વૃક્ષારોપણ કર્યું હતું.

[google_ad]

[google_ad]

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!