લાખણીમાં પોલીસ જવાનો કાયદા સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરી રહ્યા છે : પોલીસ સ્ટેશનમાં ચકલીઓના 60 જેટલા માળા બનાવ્યા

- Advertisement -
Share

લાખણી આગથળા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનો દ્વારા કાયદાના રક્ષણની સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરવામાં આવે છે. પોલીસ જવાનોએ ફરજની સાથે સાથે પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં બગીચાઓ બનાવી લુપ્ત થતી ચકલીઓના 60 જેટલા માળા તેમજ પશુઓ માટે પાણીના હવાડા સુધીની ફરજ નિભાવી રહ્યા છે. સામાન્ય રીતે પોલીસની કાર્યવાહી ટ્રાફિક નિયમન, ક્રાઇમ થતું અટકાવવું કે પેટ્રોલિંગ પૂરતું જ લોકો સમજતા હોય છે. કેટલાક લોકો પોલીસનું ખરાબ રીતે મૂલ્યાંકન કરતા હોય છે.

પરંતુ લાખણી તાલુકાના આગથળા ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. પી.એન. જાડેજા તેમજ તેમના પોલીસ જવાનો તેમની ફરજની ઉમદા કામગીરીથી લોકોના દિલની નજીક પહોંચ્યા છે. ઉપરાંત પર્યાવરણની જાળવણી, પશુ – પક્ષીઓ માટે ચણ – પાણીની વ્યવસ્થા થકી સમગ્ર વિસ્તારનું ધ્યાન ખેંચી રહ્યા છે.

 

 

 

પોલીસ જવાનો દ્વારા પોલીસ સ્ટેશનના આગળના ભાગે સુંદર બગીચો બનાવી અંદર રહેલા વૃક્ષો ઉપર 60 જેટલા લુપ્ત થતી નાની ચકલીઓ માટે માળા તેમજ પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. જેથી બગીચાનું વાતાવરણ જાેઇ ચકલીઓ માળામાં ઈંડા પણ મુકવા લાગી છે અને થોડા જ સમયમાં ચકલીઓએ પોલીસ જવાનો દ્વારા મૂકવામાં આવેલા માળાઓને પોતાનું ઘર બનાવી દીધું છે.

જેથી પોલીસ મથકમાં આવેલો બગીચો ચકલીઓના કોલાહલથી જીવંત બન્યો છે. આ ઉપરાંત પક્ષીઓના ચણ માટે ચબૂતરો તેમજ પશુઓને પાણી પીવા માટે પોલીસ જવાનો દ્વારા સ્વખર્ચે પાણીનો હવાડો બનાવવામાં આવ્યો છે. જેથી કેટલાક દાતાઓ દ્વારા દર મહિને પોલીસ સ્ટેશન ખાતે અનાજ ના કટ્ટા મોકલવામાં આવે છે. જો કોઈ વખત ચણ ખૂટે તો પોલીસ જવાનો દ્વારા સ્વખર્ચે જ વ્યવસ્થા કરવામાં આવે છે. તો કેટલીકવાર વધારે અનાજ આવે તો આગથળા ખાતે આવેલા ગુરુ મહારાજ ના મંદિર ખાતે ચણ પહોંચાડવામાં આવે છે.

 

Advt

 

પોલીસ મથકનો સ્ટાફ સવારથી જ દાતાઓએ આપેલા ચણ તેમજ હવાડામાં પાણી ભરવું, બગીચાની દેખભાળ, છોડવાઓના કુંડામાં પાણી પાવું જેવી કામગીરીને પણ પોતાની ફરજ સમજી પર્યાવરણનું જતન કરે છે. અગાઉના મિત્રોએ પણ પોલીસ સ્ટેશનને હરિયાળું બનાવવા બહુ મહેનત કરી છે. પેટ્રોલિંગમાંથી આવ્યા બાદ બગીચામાં દસ મિનિટ જેટલો સમય પસાર કરીએ તો પણ દિવસભરનો થાક ઉતરી જાય છે. ૬૦ જેટલા માળામાં પક્ષીઓ વસવાટ કરતાં બગીચો જીવંત બન્યો છે.

આગથળા ખાતે આવેલ પોલીસ મથકના બગીચાની સામેની બાજુ વૃક્ષો નું એક નાનું જંગલ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત હેડકવાટર સાથેના કમ્પાઉન્ડમાં મુખ્યત્વે લીમડા, આંબલી, બદામ, આંબા, આસોપાલવ, પીપળો વગેરેના મળી ૮૦૦ ઉપરાંત વૃક્ષો, તેમજ ફુલછોડ, બગીચામાં લોન વગેરે માટે પાણી ખાતર સહિતની જાળવણી પોલીસ જવાનો કરી રહ્યા છે. જે મહેનતથી આગળ પોલીસ મથક હરિયાળું દેખાઈ રહ્યું છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!