બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ઘાણા ગામની ખેડૂત પુત્રી એ 19મી નેશનલ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2021માં ભાલા ફેકમાં ગોલ્ડમેડલ જયારે લાંબી કુદમાં સિલ્વર મેડલ મેળવી આંજણા ચૌધરી સમાજ તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
લાખણીના ઘાણા ગામની ખેડૂત પુત્રી ચૌધરી ભાવનાબેન અજબાભાઈ અમદાવાદ ખાતે વસ્ત્રાપુરમાં આવેલ આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. ભાવનાબેન અભ્યાસની સાથે સાથે નાનપણથી રમત ગમત ક્ષેત્રે પણ રુચિ ધરાવે છે.

ભાવનાબેન ચૌધરી અગાઉ વર્ષ 2017 અને વર્ષ 2018માં પણ ભાલા ફેંક સ્પર્ધામાં નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ મેળવી ચુકી છે જયારે વર્ષ 2021માં બેંગ્લોર ખાતે યોજાયેલ 19મી નેશનલ પેરા અથલેટિક્સ ચેમ્પિયનશિપ ભાલા ફેકમાં ભાગ લઈ ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કર્યું હતું અને જેમાં જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તો સાથે સાથે લાંબી કૂદમાં પણ નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ મેળવી આંજણા ચૌધરી સમાજ અને ગુજરાત રાજયનું ગૌરવ વધાર્યું છે.
From – Banaskantha Update