કાશ્મીર સરહદે 30 કરોડનું ડ્રગ્સ સાથે હથિયારો જપ્ત કરાયા : આતંકી ઓ ભાગ્યા

- Advertisement -
Share

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એલઓસી પર આતંકીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો જેને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. તંગધાર વિસ્તારમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનારા આતંકીઓ બાદમાં પરત પાકિસ્તાન ભાગી ગયા હતા અને હિથયારો અને વિસ્ફોટકો સૃથળ પર જ છોડી ગયા હતા.

 

 

મળી આવેલા હિથયારોમાં એક એકે 47 રાઇફલ, એક પિસ્તોલ, બે હેંડ ગ્રેનેડ, રૂપિયા 30 કરોડનું હેરોઇનનો પણ સમાવેશ થાય છે. એટલે કે ઘુસણખોરો આતંકવાદ અને ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલા હોવાની શક્યતાઓ છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સૈન્ય કાર્યવાહીમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો જ્યારે બીજા આતંકીએ આત્મસમર્પણ કરી દીધુ હતું.

 

 

આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા જવાનોએ શોપિયાંના હાજીપોર વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન આતંકીઓેએ સુરક્ષા જવાનો પર ગોળીબાર કરી દીધો હતો.

 

 

આ ઓપરેશનમાં એક આતંકી ઠાર મરાયો હતો જ્યારે અન્ય ઘવાયો હતો અને તેણે આત્મસમર્પણ કરી દીધુ હતું જેનું નામ રમઝાન ડાર છે અને તે શોપિયાંનો રહેવાસી છે. દરમિયાન એલએસી પર ભારત અને ચીન શાંતિ માટે સહમત થયા હતા. લદ્દાખમાં ચાલી રહેલા વિવાદના નિરાકરણ માટે 12મી સૈન્ય વાતચીત માટે ભારત અને ચીન બન્ને તૈયાર થયા હતા.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!