ભાભરમાં ધર્મની બહેને ભાઈ સાથે છેતરપિંડી કરી 10 લાખ પડાવ્યા, પરિવારનો બહેને ભાઈને ગુમ કર્યાનો આક્ષેપ

- Advertisement -
Share

આમ ભાઇ-બહેનનો સબંધ પવિત્ર માનવામાં આવે છે. પછી ભલે સગી બહેન હોય કે ધર્મની બનાવેલ બહેન હોય. પરંતુ સમય બદલાયો સબંધ બદલાયા. જેમાં ધર્મની બહેન જ બની ભાઇને ઘર છોડવા માટે ભાભરના સુથારનેસડી ગામની બહેને વેપારી પાસેથી રૂ. 10 લાખ પડાવી લીધાનો વેપારી પરિવારે આક્ષેપ કર્યો છે. આ અંગે ભાભર પોલીસ મથકે બહેન સહીત અન્ય લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ભાભરના ઠાકરસીભાઇ (રમેશભાઇ) ઠાકોર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી છે. જેમના સંપર્કમાં 3 વર્ષ પહેલાં રમીલાબેન માળી આવ્યા હતા. વિશ્વાસ કેળવતા જેઓ ધર્મના બહેન બન્યા હતા. ત્યારબાદ તા.10 જૂનના રોજ વેપારી પરિવારને કહ્યા વિના ગાયબ થઇ ગયો હતો. થોડાક દિવસોમાં વેપારીની પત્ની સામે ઓડીયો ક્લીપ આવતાં પરીસ્થિતિ સમજાઇ હતી. આ અંગે ભાભર પોલીસ મથકે પરિવારે બહેન સહીત અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

ઓડીયો ક્લીપમાં ધર્મની બહેન સાથે મળી અન્ય એક શખ્સે રૂ. 10 લાખ પડાવ્યાનો ઘટસ્ટોફનો પર્દાફાશ થયો હતો અને વેપારીને માનસિક ત્રાસ આપવાની વાત સામે આવતા પરિવારે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વેપારીનો પરિવાર રમેશભાઇ ગુમ થવાની અનેક અટકળો વચ્ચે આંસુ સારી રહ્યો છે. ઓડીયો ક્લીપ ખુદ રમેશભાઇએ પુત્રના મોબાઇલમાં મોકલતાં સમગ્ર ઘટનાની સોય ધર્મની બહેન અને અન્ય શખ્સ તરફ જઇ રહી છે.

 

 

 

આ અંગે ભાભર પોલીસે ચકચારી ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ કરી છે. જોકે, પોલીસ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે વેપારીએ ઘર કેમ છોડવું પડ્યું અને તેમને ઘર છોડવા માટે ધર્મની બહેન કેટલી જવાબદાર છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!