થરાદમાં 5 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા : અજાણ્યા તસ્કરોએ લૂંટફાંટ કરી કેમેરા કાઢી નાખ્યા

- Advertisement -
Share

પોલીસે સી.સી.ટી.વી. કેમેરાને આધારે અજાણ્યા તસ્કરો સામે વધુ તપાસ હાથ ધરી

 

થરાદમાં એક જ રાત્રે વિવિધ જગ્યાએ 3 જેટલી જગ્યાએ તસ્કરો તરખાટ મચાવી ફરાર પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.

થરાદ-સાંચોર હાઇવે એ.પી.એમ.સી. ની બાજુમાં આવેલ અર્બુદા શોપિંગ સેન્ટરમાં રાત્રિના સમયે 5 દુકાનોની પાછળના ભાગેથી સી.સી.ટી.વી. કેમેરામાં 3 શખ્સો નજરે પડી રહ્યા છે.
તે શખ્સો શટર તોડી સી.સી.ટી.વી. કેમેરાની તોડફોડ કરી અને કેમેરા પણ ફેંકી દીધા હતા. અમુક સી.સી.ટી.વી. કેમેરાને મુવ પણ કરી 5 દુકાનોમાં અંદાજે રોકડ રકમ સહીત રૂ. 1,00,000 નું નુકશાન કર્યું હોવાનું દુકાન માલિકોએ જણાવ્યું હતું.
​​​​
આ અંગેની વિગત એવી છે કે, થરાદ પોલીસ મથકે દુકાનદારોએ મૌખિક રજૂઆત કરતાં થરાદ પોલીસ મથકના પી.આઇ. જે.બી. ચૌધરી પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી છે.

 

ત્યારે શેણલ નગર સોસાયટીમાં આવેલ માતાજીના મંદિરે તરકરોએ પ્રવેશ કરી ભંડાર તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળતાં નાસી છૂટ્યા હતા.

 

ત્યારે પથ્થર સડક વિસ્તારમાં આવેલ એક જ લાઇનમાં 4 મકાનોમાં પ્રવેશી ભર નિંદ્રામાં સૂતેલા પરિવાર સભ્યોના પલંગ પરથી મોબાઇલો અને રૂ. 5,000 રોકડ સાથે લેડીઝ પર્સ ઉઠાવી નાસી છૂટ્યા હતા.
આ બનાવની પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પી.આઇ. સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી તસ્કરો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

 

થરાદ શહેરી વિસ્તાર દિવસેને દિવસે મોટો થતો જાય છે. જેમાં તાલુકાના ગામો સહીત બોર્ડર વિસ્તાર હોવાથી અન્ય રાજ્યોની તપાસ કરવાની થતી હોવાથી પોલીસ માટે ઉંઘ હરામ થઇ જાય છે.
જેથી જીલ્લા પોલીસ વડાએ શહેરી વિસ્તાર માટે અલગ પોલીસ સ્ટેશન ફાળવવું જરૂરી છે. જેથી પોલીસને પેટ્રોલિંગ કરાવવામાં સરળતા રહે તેવું શહેર અને ગ્રામિણ વિસ્તારોની પ્રજા ઇચ્છી રહી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!